Mahisagar:
ખેલથી નિર્માણ યુવા ચારિત્ર્ય નુ અને ચારિત્ર્યથી મજબુત રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા આશયથી મહીસાગર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ૩૬મી નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઈન અંતર્ગત સ્કૂલ અને કોલેજ એક્ટીવેશન કાર્યક્ર્મનું આયોજન લુણાવાડા ખાતે તા.૧૫/૦૯/૨૦૨૨ ના રોજ નીમીષાબેન સુથાર, મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવક, લુણાવાડા નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, મહીસાગર કલેક્ટર ડો.મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, પોલીસ અધિક્ષક આર.પી.બારોટ, સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
જેમાં સંતરામપુર ની શાન એવી આદિવાસી ટીમ્બલી નૃત્યની સાથે વિવિધ રમતોનું ખેલાડીઓ દ્વારા પ્રદર્શન તદઉપરાંત ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાની રમતોમાં મેળવેલ શાળાને રોકડ પુરસ્કાર અને ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.
કુલ ૪૦૦ જેટલા ખેલાડીઓ દ્વારા વિવિધ રમતોમાં ભાગ લેવામા આવ્યો અને મેદાન માં ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર ના કુબેરભાઇ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં જુદી જુદી કોલેજોમાંથી
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews