Food Recipes:
કર્ણાટકમાં ટુપ્પા અન્ના જેને ઉત્તર ભારતમાં ઘી ચોખા પણ કહેવાય છે, તેનું નામ ટુપ્પા એટલે ઘી અને અન્ના એટલે ચોખા. તે ખૂબ જ સરળ રેસિપી છે અને થોડી મિનિટોમાં તૈયાર કરી શકાય છે. તમે આ વાનગીને બચેલા ભાત સાથે અથવા ઇન્સ્ટન્ટ રાઇસ રાંધીને પણ તૈયાર કરી શકો છો. આમાં ઘી અને નારિયેળનો મુખ્યત્વે ઉપયોગ થાય છે, જે તેને અદ્ભુત સ્વાદ આપે છે. આ વાનગી કર્ણાટકના મૈસૂર, બેંગ્લોરમાં વિવિધ પ્રદેશોમાં બનાવવામાં આવે છે. આ વાનગી લગ્ન, ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્યોમાં બનાવવામાં આવે છે.
સામગ્રી
- 1 કપ રાંધેલા ચોખા
- 2 ચમચી ઘી
- 1/2 ચમચી રાઈ
- 1/2 ચમચી અડદની દાળ
- 1/2 ચમચી ચણાની દાળ
- 3 – લાલ મરચું
- 12 – કરી પત્તા
- 1 કપ નાળિયેર
- 8 – કાજુ
- જરૂર મુજબ મીઠું
- 1 ચપટી હીંગ
- જરૂર મુજબ પાપડ
આ પણ વાંચો…આરોગ્યપ્રેમીઓ રોજનું હજારો લીટર નારીયેળનું પાણી પી જાય છે.
રીત
એક પેન લો અને તેને ગેસ પર મૂકો, હવે તેમાં ઘી નાંખો અને મધ્યમ આંચ પર ગરમ થવા દો, જ્યારે ઘી ગરમ થઈ જાય, ત્યારે તેમાં રાઈ, અડદની દાળ, ચણાની દાળ, કાજુ નાખીને 2 મિનિટ સુધી ચઢવા દો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી દો. હવે બીજા પેનમાં કઢી પત્તા, સૂકા લાલ મરચાં, એક ચપટી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખો અને તેમાં બરછટ પીસેલું નાળિયેર પણ નાખીને 3 થી 5 મિનિટ પકાવો.
હવે રાંધેલા ભાતમાં બધી જ તૈયાર કરેલી સામગ્રીને સારી રીતે મિક્સ કરી, ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહો. જો તમે તરત રાંધેલા ભાતનો ઉપયોગ કરી રહ્યા છો, તો પહેલા તેને ઠંડુ કરવાનું ભૂલશો નહીં, જો તમે આ વાનગી ગરમ ભાત સાથે બનાવશો, તો ચોખા એકસાથે ચોંટી જશે, અને તમારી વાનગીનો એટલો સ્વાદ નહીં આવે અને તમારી મહેનત વ્યર્થ જશે. તૈયાર મસાલાને ભાતમાં સારી રીતે મિક્સ કર્યા પછી, ઉપર એક ચમચી ઘી નાખો, તેમાંથી ખૂબ જ સરસ સુગંધ આવશે.
ગરમ – ગરમ ટુપ્પા અન્ના તૈયાર છે, હવે તેને ક્રિસ્પી પાપડ અથવા કેરીના અથાણા સાથે સર્વ કરો. તે પાપડ અને અથાણા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે