Surat:
સુરતના સરથાણા વિસ્તારમાં એક કાપડના વેપારી પર અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ફાયરિંગ કરાવનાર આરોપી અનિલ કાકડીયાને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી અને ફાયરિંગ કરનાર રીઢા ગુનેગારને પકડવા કવાયત હાથ ધરી હતી..
સુરતના સરથાણા વિસ્તારમાં વાલક ગામ તરફ જતા રસ્તા પર મોર્નિંગ વોક પર નીકળેલ હિરેન મોરડીયા પર બાઇક પર આવેલ બે અજાણ્યા ઈસમો દ્વારા ખભાના ભાગે ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા.
જે અંગે સરથાણા પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે ગંભીર ગુનો હોય ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ સરથાણા, કાપોદ્રા, વરાછા અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટિમ તપાસમાં જોતરાય હતી.
જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે આરોપી દ્વારા જે જગ્યા પર ફાયરિંગ કરવામાં આવ્યું તે જગ્યા પર એક હોન્ડા કંપનીની કારની શંકાસ્પદ અવર જવર જોવા મળી હતી.
જેને લઈને સરથાણા પોલીસે કારના નમ્બર આધારે અનિલ કાકડીયા નામના ઇસમને ઝડપી પાડી અટકાયત કરી હતી. જેની ઊંડાણ પૂર્વક પૂછતાછ કરતા હકીકત સામે આવી હતી કે ઇજા પામનાર હિરેન મોરડીયાની પત્ની અર્ચના ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરતી હોય અને આરોપી અનિલ સાથે મિત્રતા બંધાય હતી.
અને જેની જાણ હિરેનને થતા હિરેન દ્વારા પત્નીને હેરાનગતિ કરવામાં આવતી હતી. જેને લઈને આરોપી અને ફરિયાદી બંને મિત્ર થતા હોય હિરેનને સમજાવવા કહેવામાં આવ્યું હતું
જોકે અનિલ દ્વારા રીઢા ગુનેગાર રાજુ વાઘજીયા અને લાલુ ઉર્ફે રણજિત તોમરને 60 હજારમાં હિરેનને ડરાવવા સોપારી આપી હતી.
જેને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે ગણતરીના દિવસોમાં સરથાણા પોલીસે આરોપી અનિલ કાકડીયાની ધરપકડ કરી બંને રીઢા ગુનેગારને પકડવા કવાયત હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પકડાયા બાદ જે હકીકત જણાવવામાં આવી જેમાં ફરિયાદીના પત્ની દ્વારા ઉશ્કેરણી બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોવા છતાં કેમ મહિલાની ધરપકડ કરવામાં ન આવી તે અંગે પણ સવાલો ઉઠયા હતા.
જોકે હાલ સરથાણા પોલીસ સમગ્ર મામલે વધી તપાસ હાથ ધરી છે
આ જ પ્રકારના તમારા વિસ્તારના ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News