28.7 C
Gujarat
December 22, 2024
EL News

Snack Recipe: કારેલાની ચિપ્સ બ્લડ સુગરને નિયંત્રણ કરે છે

Share
Helth Tips, EL News

Snack Recipe : કારેલાની ચિપ્સ બ્લડ સુગરને નિયંત્રણ કરે છે, સ્વાદમાં મસાલેદાર અને ક્રિસ્પી બનશે..

How to make bitter gourd chips: : કારેલા એ લીલું શાક છે જે સ્વાદમાં કડવું હોય છે. કારેલામાં વિટામિન B1, B2, અને B3, C, મેગ્નેશિયમ, ફોલેટ, ઝીંક, ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવા ગુણો જોવા મળે છે… તેના ઉપયોગથી તમારું પાચનતંત્ર સારું રહે છે. આ સિવાય કારેલાનું સેવન કરવાથી લોહીવાળા પાઈલ્સમાં પણ મદદ મળે છે… આટલું જ નહીં, કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે. સામાન્ય રીતે લોકો સ્ટફ્ડ કારેલા કે કારેલાને તળીને બનાવે છે. પરંતુ શું તમે ક્યારેય કારેલાની ચિપ્સ બનાવી અને ખાધી છે? જો નહીં, તો આજે અમે તમારા માટે કારેલાની ચિપ્સ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. કારેલાની ચિપ્સ સ્વાદમાં મસાલેદાર અને ક્રિસ્પી હોય છે, તો ચાલો જાણીએ કે કારેલાની ચિપ્સ બનાવવાની રીત….
PANCHI Beauty Studio
કારેલાની ચિપ્સ બનાવવા માટે જરૂરી સામગ્રી-
કારેલા 3-4
સ્વાદ માટે મીઠું
લીંબુ 1
તેલ 3-4 ચમચી
પાણી
હળદર અડધી ચમચી
લાલ મરચું પાવડર 1 ચમચી
સૂકી કેરી પાવડર 2 ચમચી
કોર્ન સ્ટાર્સ 2 ચમચી
ચણાનો લોટ 1 ચમચી

આ પણ વાંચો… એક તરફ Go First પર સંકટ,હવે સ્પાઇસજેટ પણ મુશ્કેલીમાં

કારેલાની ચિપ્સ કેવી રીતે બનાવવી?  ( How to make bitter gourd chips ) 
કારેલાની ચિપ્સ બનાવવા માટે સૌપ્રથમ કારેલાને કાપીને બીજ કાઢી લો.
પછી કારેલાને ગોળ આકારમાં કાપીને રાખો.
આ પછી તેમાં 1 ચમચી મીઠું અને એક લીંબુનો રસ નીચોવો.
પછી તેમાં કારેલાના ટુકડા મિક્સ કરી અડધા કલાક માટે બાજુ પર રાખો.
આ પછી આ ટુકડાઓને પાણીમાં મૂકો અને તેને સારી રીતે ધોઈ લો અને સૂકવી દો.
પછી કારેલામાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
આ પછી એક પેનમાં થોડું તેલ નાખીને ગરમ કરો.
પછી તેમાં કારેલાના ટુકડા નાખી બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
હવે તમારી ક્રિસ્પી કારેલાની ચિપ્સ તૈયાર છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સાંધાના દુખાવાથી સૂર્યમુખીના તેલની મદદથી મળશે રાહત

elnews

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે આ છોડના પાન

cradmin

ગુજરાતમાં ઓમિક્રોન સબવેરીયન્ટ ના શંકાસ્પદ કેસો નોંધાયા

elnews

Leave a Comment

error: Content is protected !!