Lifestyle :
Homemade Best Moisturizers Face Pack For Dry Skin: સ્કીનને હેલ્ધી રાખવા માટે દરરોજ સ્કીનની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારી સ્કીન પ્રોબ્લમ્સ (skin problems) તો દૂર થાય જ છે સાથે સાથે તમારી સ્કીન પણ ગ્લોઈન્ગ દેખાય છે. ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં સ્કીન ખૂબ જ ડ્રાય થવા લાગે છે. આવી સ્થિતિમાં જો સ્કીન ડ્રાયનેસનો ઉપચાર કરવામાં ન આવે તો તેના કારણે તમારી સ્કીન ડલ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે અમે અહીં કેટલાક એવા દેશી ફેસપેક અંગે જણાવવા જઈ રહ્યા છે, જે સ્કીનને સોફ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.
શિયાળામાં લગાવો આ દેશી ફેસપેક
કોકોનટ ફેસપેક (coconut face pack)
જો તમે સ્કીન ડ્રાયનેસથી પરેશાન છો, તો તમે નારિયેળનો ફેસ પેક લગાવી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે 2 ચમચી નારિયેળ તેલ (coconut oil) માં એક ચમચી મધ મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આ તમારી સ્કીનને હાઇડ્રેટ કરશે. જો તમે આ ફેસ પેકને અઠવાડિયામાં 3 દિવસ લગાવશો તો તમને ડ્રાય સ્કીનથી છુટકારો મળશે.
આ પણ વાંચો…શું તમે પણ બેંકમાં કરાવી છે FD ? તો જાણી લેજો આ વાત, હંમેશા ફાયદામાં રહેશો
કેળાનો ફેસપેક (Banana face pack)
કેળાનો ફેસ પેક ડ્રાય સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કેળાનો ફેસ પેક બનાવવા માટે એક પાકેલું કેળું લો અને તેમાં બે ચમચી મધ ઉમેરો. હવે આ પેસ્ટને તમારી સ્કીન પર લગાવો અને 20 મિનિટ માટે સ્કીન પર રહેવા દો. આ ફેસ પેક તમારી સ્કીનને ટાઈટ અને મુલાયમ બનાવશે. તમે અઠવાડિયામાં 3 દિવસ આ ફેસપેક લગાવી શકો છો.
ચોકલેટ અને મધ (Chocolate and honey)
ચોકલેટ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેથી જો તમારી સ્કીન ડ્રાય થઈ ગઈ હોય તો તમે ચોકલેટથી બનેલો ફેસપેક લગાવી શકો છો. તેને લગાવવા માટે એક કપમાં 4 ડાર્ક ચોકલેટ (dark chocolate) ઓગાળી લો. તેમાં એક ચમચી મધ ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો. તેના પછી સ્કીનને પાણીથી ધોઈ લો, આમ કરવાથી તમારી સ્કીન નરમ અને શાઈની બની જશે.