Vadodara, EL News
દેશના સર્વશ્રેષ્ઠ 20 ખેલાડીઓમાંથી પસંદગી કરી મજબૂત ઇ-સ્પોર્ટ્સ ટીમ બનાવી, જે ભવિષ્યમાં વૈશ્વિકસ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે તેવી ઈચ્છા -જયેશ ઠક્કર
જાણીતા બિઝનેસ ટાયકુન અને સામાજિક સેવા સાથે વર્ષોથી સંકળાયેલા એવા મર્ક્યુરી ઈવીટેક લિમિટેડના ફાઉન્ડર અને એવેક્સિયા લાઈફ કેર લિમિટેડના ચેરમેન શ્રી જયેશ ઠક્કરે મોબાઈલ ગેમિંગ ક્ષેત્રે અતિ મહત્વનું પદાર્પણ કર્યું છે. તેમણે બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા ગેમ માટે ચાર બેસ્ટ ખેલાડીઓને પસંદ કરી ઈ-સ્પોર્ટ્સ ટીમ બનાવી છે. દેશના સર્વશ્રેષ્ઠ 20 ખેલાડીઓમાંથી પસંદગી કરી તેમણે “ગુજરાત ટાઈગર્સ” નામની ટીમ બનાવી છે. આ ટીમ આગામી દિવસોમાં રાષ્ટ્રીયસ્તરે રમાનારી ઇ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈ વિજેતા બની વૈશ્વિકસ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે તેવી તેમની ઇચ્છા છે.
શ્રી જયેશ ઠક્કર હંમેશા સ્ટાર્ટઅપમાં આગળ પડતી કામગીરી કરતા હોય છે. તેઓ એક બિઝનેસ ટાયકુન અને ટેકનોક્રેટ હોવાના કારણે તેમણે ઈ-સ્પોર્ટ્સ ગેમિંગમાં ઝંપલાવવાનો વિચાર કર્યો અને અત્યંત ટૂંકા ગાળામાં તેમણે પોતાની ગુજરાત ટાઈગર્સ નામની ટીમ બનાવી છે. શ્રી જયેશ ઠક્કરે જણાવ્યું હતું કે, તેમની ટીમમાં તેમણે મીત બ્રહ્મભટ્ટ (પ્રિન્સ), કાર્તિક હોલે (સુનામી), ભાર્ગવ ગોહિલ (એગી) અને અજય મહેતા (એજે)ની પસંદગી કરી છે. ચારેય ખેલાડીઓ બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા ઈ-સ્પોર્ટ્સ રમતમાં ગુજરાત ટાઈગર્સની ટીમનું પ્રતિનિધિત્વ કરશે અને તેઓ વૈશ્વિકસ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે તેવી તેમની આગળ જતાં ઈચ્છા છે. ચારેય ખેલાડીઓ અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
આ પણ વાંચો… અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ
ઉલ્લેખનીય છે કે, ઈ-સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીયસ્તરે દર વર્ષે બેથી ત્રણ ઓફિસિયલી ટુર્નામેન્ટ રમાતી હોય છે. જેમાં જે ટીમ જીતે તેને વૈશ્વિકસ્તરે પ્રતિનિધિત્વ કરવાની ઉજ્વળ તક મળતી હોય છે અને ખેલાડીઓની ખૂબ નામના થતી હોય છે.
શ્રી જયેશ ઠક્કરે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યું કે, ભારતમાં ઇ-સ્પોર્ટ્સનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એક અહેવાલનું માનીએ તો આગામી દિવસોમાં ફિલ્મ, મ્યુઝિક અને ટીવીથી પણ ઝડપથી ઇ-સ્પોર્ટ્સ વિકાસ પામી રહ્યું છે. સ્પર્ધામાં ઉતરનાર ખેલાડીઓનું ભવિષ્ય ખૂબ ઉજજવળ છે.