Ahmedabad:
અમદાવાદના SG હાઈવે પર એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયાની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા સરદારનગર વિસ્તારમાં પાણીમાં મતૃદેહ મળી આવ્યો હતો ત્યારે ફરી આ પ્રકારે એસજી હાઈવે પર મૃતદેહની આ ઘટના બની છે. આ મામાલે સોલા પોલીસ તત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. મૃતક યુવક હાર્દિક ઠક્કર પાટણના હારીજમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. યુવકની લાશ બળેલી હાલતમાં મળી આવી હતી. હાલ પોલીસે મૃતદેહને સોલા સિવિલ સ્થિત પીએમ માટે મોકલ્યો છે. ત્યારે આ મામલે સોલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ તેજ કરી દીધી છે.
આ પણ વાંચો…કોઈપણ વસ્તુ પર ટેક્સ નથી વધ્યો
શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી આ લાશ મળી આવતા સોલા પોલીસે ત્યાં આજુબાજુમાં તપાસ હાથ ધરી છે. ઓટોરિક્ષામાં મૃતદેહ હોવાની માહિતી મળતાં જ સોલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ગઈકાલે અમદાવાદના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં માનવ અંગો મળી આવતા ચકચારી મચી ગઈ હતી. આ બાબત પાણી પુરવઠાના પ્રાથમિક તબક્કે સ્ટાફના ધ્યાને આવતાની સાથે જ AMCએ પ્લાન્ટમાં 15 MLD પાણીનો નાશ કર્યો છે. લોકોને આપવામાં આવતા પાણીના જથ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. કોતરપુર વિસ્તારમાં આ માનવ અંગો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી છે જેથી પોલીસે પણ આ મામલે ગંભીર રીતે તપાસ તેજ કરી દીધી છે.