32.6 C
Gujarat
March 3, 2025
EL News

અમદાવાદમાં શાંતિપૂર્ણ મતદાન માટે કેટલાક આદેશો જારી કરાયા

Share
Ahmedabad :

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાન કાર્યવાહી દરમ્યાન અસામાજિક તત્વો કોઇ ખલેલ પહોંચાડે નહીં, અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ આચરે નહીં તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય, ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તથા મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઇ રહે તે હેતુથી અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૫/૧૨/૨૦૨૨ મતદાનના દિવસ માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ મુકરર થયેલ મતદાન દિવસે મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણીપ્રચાર વગેરે સબંધી બુથ ઊભા કરી શકાશે નહીં, ચૂંટણી એજન્ટ અથવા પક્ષના, ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર એક ટેબલ અને ૨ ખુરશી રાખી શકશે.

PANCHI Beauty Studio
Advertisement

આવા સ્થળે ઉમેદવાર ૩x૪.૫ ફૂટનું ફકત ૧(એક) બેનર રાખી શકશે. ચૂંટણી સબંધિત પત્રિકાઓનું વિતરણ થઇ શકશે નહીં તેમજ ચૂંટણી પ્રતીકો દર્શાવી શકાશે નહીં. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઊભો થાય તેવું કૃત્ય કરી શકાશે નહીં. મતદારને કોઇ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહીં, દોરવી શકાશે નહીં કે કોઇપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહીં. મતદાનના દિવસે ઉમેદવાર, રાજકીય પક્ષના મંજૂરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડિંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો… કારેલાની ચિપ્સ બનાવવા માટેની સામગ્રી

કોઇપણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇપણ ઉપકરણો સાથે મતદાન દિવસે તા.૦૫-૧૨-૨૦૨૨ના રોજ નિયત કલાકો સુધી પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. આ પ્રતિબંધ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ તથા ફરજ પરના પોલીસ,એસઆરપી, હોમગાર્ડ, પેરામિલિટરી ફોર્સના જવાનોને લાગુ પડશે નહીં.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતમાં ચૂંટણી પહેલા આજથી ભાજપના આ કેન્દ્રીય નેતાઓ ઉતર્યા પ્રચારમાં, જાણો કયા નેતાને ક્યાં સોંપાઈ જવાબદારી

elnews

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત

elnews

અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો

elnews

Leave a Comment

error: Content is protected !!