25.9 C
Gujarat
December 22, 2024
EL News

રાજ્યમાં ઠંડી ઘટતા શાળાઓના સમય રાબેતા મુજબ

Share
Gandhinagar, EL News

રાજ્યમાં ઠંડી ઘટના શાળાઓનો સમય રાબેતા મુજબ કરવામાં આવ્યા છે. ઠંડીના કારણે શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો હતો.  ગાંધીનગર જિલ્લામાં આવતી તમામ શાળાના સમયમાં સોમવારથી ફેરફાર કરવામાં આવ્યો છે.

Measurline Architects

રાજ્યમાં ઠંડી ઘટના શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. અગાઉ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ઠંડીનો પારો છે તે 10 ડીગ્રીથી નીચે જોવા મળ્યો હતો માટે શાળાનો સમય થોડો મોડો કરવામાં આવ્યા હતા. શાળાનો સમય શિયાળામાં લેટ હોવા છતાં પણ કેટલીક સ્કૂલો દ્વારા આ નિયમોનું પાલન ના કરાવવામાં આવતું હોવાની રાવ ઉઠી હતી ત્યારે અગાઉ શાળાના સમયને લઈને બહાર પાડવામાં આવેલા પરીપત્રને લઈને પણ અવગણના થતું હોવાનું સામે આવ્યું હતું.

 

આ પણ વાંચો…લાલ મરચાનું તીખું અને ચટાકેદાર અથાણું બનાવવાની રીત

વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં વહેલા સ્કૂલે આવવાની ફરજ પડતા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ હવેથી તમામ શાળાના સમય રાબેતા મુજબ કરવામાં આવશે. આ વખતે ઠંડીના કારણે લોકો રીતસરના ધ્રુજ્યા હતા. નલિયા સહીતના વિસ્તારોમાં ઠંડીનો પારો 2થી લઈને 3 ડીગ્રી આસપાસ જોવા મળ્યો હતો. અત્ચારે ડબલ રુતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આગામી સમયમાં ઉનાળો પણ દસ્તક દઈ રહ્યો છે. ત્યારે હવે રાબેતા મુજબ સ્કૂલો શરુ કરવામાં આવશે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ

elnews

ઝાલોદ તાલુકા પંચાયત ના મનરેગા શાખા ના આસી. વર્ક મેનેજર લાંચ લેતા ઝડપાયા

elnews

સિવિલની કિડની હોસ્પિટલમાં કર્મચારીઓનો હોબાળો

elnews

Leave a Comment

error: Content is protected !!