Mahisagar, EL News
શાળાકીય રમતોત્સવ ૨૦૨૩ મહીસાગર જિલ્લામાં સુચારુ આયોજન માટે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દક્ષેશ કહાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને તાલુકા કન્વીનર અને જિલ્લા આયોજકો ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડો.અવનીબા મોરી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મહીસાગર, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, તમામ તાલુકા કન્વીનર, જિલ્લા કન્વીનર, જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ, મંત્રી, વ્યાયામ શિક્ષકો, માન્ય જિલ્લા રમત ના એશોશીએશન ના પ્રતિનિધિઓ, ઈનસ્કૂલ યોજનાના ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો… સરળતાથી દૂર થશે વધારાની ચરબી, જિમ જવાની જરૂર નહીં પડે
જિલ્લા માં તમામ રમત માં સુચારુ આયોજન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.અવનીબા દ્વારા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. એવું શ્રી દક્ષેશભાઇ કહાર, જિલ્લા રમત વિકાસ અધિકારી મહીસાગર દ્વારા જણાવવામાં આવ્યું હતું.