Education:
ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર પણ રકમ નક્કી કરાઇ નથી પરીક્ષા બોડ કહ્યું, આ વર્ષે વધુ સ્કોલરશિપ મળી શકે છે.
ગત વર્ષે વિદ્યાર્થીઓને ધો.6 માટે રૂ. 700, ધો.9 માટે 1 હજાર શિષ્યવૃત્તિ હતી શિક્ષણ અને મજૂર વિભાગ દ્વારા પ્રાથમિક માધ્યમીક શિક્ષણ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
આ શિષ્યવૃત્તિ માટે શહેરી, ગ્રામ્ય, ટ્રાઇબલ તમામ વિસ્તારના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. પરંતુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં કેટલી રકમ ચુકવાશે તે હજુ નક્કી કરાઇ નથી.
રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગયા વર્ષે રૂ. 700 પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને 1 હજાર માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિના ચુકવાયા હતા.
આ પણ વાંંચો…GUJARAT: અંબાલાલ પટેલ કહ્યું કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડશે.
તેની સામે આ વર્ષે વધારે જ ચૂકવાશે, પરંતુ શિષ્યવૃત્તિની ચોક્કસ રકમ આવનારા સમયમાં નક્કી થશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી આ પરીક્ષામાં બેસવા માટે કોઇ આવક મર્યાદા નક્કી કરાઇ નથી.
ભાગ લેવા ઇચ્છતા તમામ બાળકો એક સાથે પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા માટેનો ફોર્મ 22 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ભરી શકશે. જ્યારે કે હાલમાં ઓક્ટોબર મહિનામાં પરીક્ષાની કામચલાઉ તારીખ જાહેર કરાઇ છે.
રાજ્ય પરીક્ષા, પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પી.કે ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ નક્કી કરેલી તારીખ મુજબ ફોર્મ ભરવાના રહેશે. હાલમાં કેટલી શિષ્યવૃત્તિ અપાશે તેની ચોક્કસ રકમ નક્કી કરાઇ નથી, પરંતુ ગયા વર્ષ કરતા વધારે જ હશે. ટૂંક સમયમાં આ વર્ષની શિષ્યવૃત્તિની રકમ પણ જાહેર થશે.
1 comment
[…] […]