22.6 C
Gujarat
November 20, 2024
EL News

બોલો અમદાવાદમાં એક મહિનામાં જ 43 ભૂવા પડી ગયા,

Share
 Ahemdabad, EL News

અમદાવાદમાં ચોમાસાની શરુઆતમાં ભૂવાઓ પડવાની ઘટના સામે આવી છે. એક જ મહિનામાં 43 ભૂવાઓ પડી ગયા છે. જેના કારણે 19 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી છે.
Measurline Architects
ચોમાસા દરમિયાન વરસાદની શરુઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં વારંવાર ભૂવા પડવાથી લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ એક જ મહિનામાં 43 જેટલા ભૂવા પડી ગયા છે જો કે, તેમાંથી 34 ભૂવાઓની કામગિરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે હજૂ પણ 16 ભૂવાના રીપેરીંગની કામગિરી હજૂ પણ અધૂરી છે. જો કે, અત્યાર સુધીમાં એ વિસ્તારના જે તે રસ્તાઓ બંધ કરવાની કે એ બાજુનો ભાગ કોર્ડન કરવાની પણ ફરજ પડી રહી છે અત્યાર સુધીમાં આ ભૂવાઓના કારણે 19 માર્ગો બંધ પણ કરવા પડ્યા છે.

જુહાપુરા વિસ્તારમાં વધુ ભૂવાઓ પડ્યા છે. એક કિમીના વિસ્તારમાં જ સળંગ 4 ભૂવાઓ પડી ગયા છે. આ સિવાય અન્ય વિવિધ વિસ્તારોમાં પણ ભૂવાઓ પડી રહ્યા છે.  34 ભૂવાઓની કામગિરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે હજૂ પણ 16 ભૂવાના રીપેરીંગની કામગિરી હજૂ પણ અધૂરી તેમાં પણ આ ભૂવાઓમાં સૌથી વધુ 13 ભૂવાઓ પૂર્વ ઝોનમાં પડ્યા છે આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં 12 ભૂવાઓ પડ્યા છે.

આ પણ વાંચો…  સુરત – 14 વર્ષનો કિશોર 9માં માળેથી પટકાતા મોત,

અમદાવાદમાં વારંવાર ભૂવાઓ પડતા તંત્ર દ્વારા ક્યારેક ધીમી કામગિરી કરાતા લોકોને હાલાકી પડે છે. આ ભૂવાઓ ઘણા દિવસ સુધી રીપેર પણ ન થતા લોકો માટે ચોમાસા દરમિયાન મોટી મુશ્કેલી સર્જાય છે તેમાં પણ ક્યારેક ભૂવાઓમાં કાર તેમજ ટૂ વ્હિલર પણ ગરકાવ થઈ જવાની ઘટના સામે આવી રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા: VMCના 40 ડેપ્યૂટી એન્જિનિયરની એકસાથે બદલી

elnews

પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી.

elnews

ગુજરાતમાં AMC કોર્પોરેશનમાં હારેલા ઉમેદવારોને ટિકિટ આપી

elnews

Leave a Comment

error: Content is protected !!