EL News

અમદાવાદમાં પ્રદીપ પરમારની ટિકિટ માટે કહ્યું, NO REPEAT PLEASE

Share
Ahmedabad :

આ વખતે ટિકિટો કપાઈ છે ત્યારે અમદાવાદમાં મંત્રી સહીત જીતતા આવેલા દિગ્ગજોની ટિકિટો કપાઈ છે. જેમાં સાબરમતી, વેજલપુર, એલિસબ્રિજ તેમજ અસારવામાં નો રીપિટ થીયરી ભાજપે અપનાવી છે. અમદાવાદની બેઠક એ ભાજપ માટે મહત્વની હોય છે. કેમ કે, અહીં ભાજપ સતત જીતતી આવી છે. 16 બેઠકો પર ભાજપની જ બહુમતી હોય છે. ત્યારે આ વખતે ભાજપે અલગ જ થીયરી અપનાવી છે.

PANCHI Beauty Studio
Advertisement

 ઘાટલોડીયા, નિકોલ સિવાયના નામોમાં ફેરફાર

આ વખતે બીજેપી માટે જીત એ જ ક્રાઈટ એરીયા છે. ટર્મ કે નો રીપીટ કે રીપિટ થીયરી વચ્ચે જીતના ક્રાઈટેરીયા પર ધ્યાન આપવામાં આવ્યું હોય તેમ લાગે છે. ખાસ કરીને 182માંથી 160 નામો સત્તાવાર જાહેર કરાયા છે ત્યારે અમદાવાદ, રાજકોટ સહીતની બેઠક પર કેટલાક પત્તા કપાયા છે. ઘાટલોડીયા, નિકોલ સિવાયના લગભગ બધા નામોમાં ફેરફાર કરાયો છે. પ્રદીપસિંહે દાવેદારી બાદ પત્ર લખીને ચૂંટણી લડવા ના પાડી દીધી છે.

આ પણ વાંચો… સ્પાઈસી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટેની રેસીપી

આ બેઠકો પર મોટો ફેરફાર



એલિસબ્રિજ બેઠક – રાકેશ શાહના સ્થાને અમિત શાહ
સાબરમતી બેઠક – અરવિંગદ પટેલના સ્થાને હર્ષ પટેલ
મણિનગર બેઠક – સુરેશ પટેલના સ્થાને અમૂલ ભટ્ટ
વેજલપુર બેઠક – કિશોરભાઈના સ્થાને અમિત ઠાકર
અસારવા બેઠક – મંત્રી પ્રદીપ પરમારના સ્થાને દર્શનાબેન વાઘેલા

આ ચૂંટણીમાં સૌ પ્રથમવાર આપ પાર્ટીએ ઘોષણા ઉમેદવારોની શરુ કરી હતી ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા પણ યાદી બહાર પાડવામાં આવી હતી ત્યારે ભાજપે ગઈકાલે મહામંથન કરીને ધારાસભ્યો માટે આજે ટિકિટની ફાળવણી સત્તાવાર રીતે કરી છે. જેમાં વિવિધ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપે આ વખતે અમદાવાદમાંથી  5થી વધુ ટિકિટો પર નો રિપીટ થીયરી અપનાવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દિવાળી પર ફટાકડાના કારણે દાઝી જવાના 30 થી વધુ કેસ

elnews

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન…

elnews

મનીષ સીસોદીયા આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે

elnews

Leave a Comment

error: Content is protected !!