Vadodara , EL News
વડોદરા રામનવમીમાં પથ્થરમારા મામલે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે ત્યારે આ મામલે 5 આરોપીઓના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા ત્રણ દિવસ સુધીના રીમાન્ડ મંજૂર કરાયા છે.
2 એપ્રિલ સુધીના રીમાન્ડ મંજૂર કરાતા આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવશે. જેથી વધુ આરોપીઓ પકડાશે. પોલીસ દ્વારા 45 જેટલા લોકો સામે નામજોગ ફરીયાદ ઉપરાંત 500 જેટલા ટોળા સામે પણ ફરીયાદ કરવામાં આવી છે.
પોલીસ ઉપરાંત રાજ્ય સરકાર પણ આ મામલે એલર્ટ બની છે ત્યારે ગઈકાલથી આ મામલે બેઠકોનો દોર શરુ થયો છે. કેમ કે, અગાઉ થયેલા પથ્થરમારા બાદ ફરી એકવાર રામનવમીમાં આ ઘટના બની હતી ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે 24 કલાકમાં અસામાજિક તત્વોને પકડી પાડવા માટે આદેશ કર્યો હતો. ગૃહ વિભાગને આ સમગ્ર ઘટનાનો 24 કલાકમાં રિપોર્ટ આપવાનો આદેશ સીએમ તરફથી કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા રીમાન્ડની અંદર પૂછપરછ કેટલીક વિગતો પણ સામે આવી શકે છે. કોને આ પથ્થરમારાનું ષડયંત્ર શા માટે કર્યું, આ સિવાય કોણ કોણ સામેલ હતું વગેરે બાબતે પૂછપરછ સઘન રીતે કરવામાં આવશે.
આ પણ વાંચો…હવે સ્ટોક બાય અને સેલ માટે ‘ASBA’ ફિચર મળશે, જાણો ફાયદો
પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ગઈકાલે રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં વધુ શકમંદોની ધરપકડ કરવા ઉપરાંત 45 સામે નામજોગ ફરીયાદ કરાઈ છે. જેથી વધુ આરોપીઓને પકડી પાડવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત શકમંદોને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય 354 જેટલા કેમેરાની મદદથી શોધખોળ પણ તેજ કરવામાં આવી છે.