Surat, EL News
અમદાવાદ ઈસ્કોનમાં 9 લોકોના કમકમાટી ભર્યા અકસ્માતમાં મોત મામલે હર્ષ સંઘવીએ એક્શનમાં જોવા મળી રહ્યા છે. પ્રથમ દિવસથી જ તેમણે આ મામલે ચાર્જસીટ 7 દિવસમાં ફાઈલ કરવા અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા મામલે નિવેદન આપ્યું હતું ત્યારે ફરી એકવાર તેમનું નિવેદન આ મામલે સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ કેસમાં 7 દિવસ પહેલા ચાર્જસીટ પૂર્ણ કરાશે.
આ અકસ્માતની પ્રથમ ઘટના છે કે, આ અકસ્માતની ઘટનામાં ડીજીપીને મોકલવામાં આવ્યા હતા. ખાસ સરકારી વકીલ રોકવામાં આવશે. આરટીઓ, એફએસએલના રીપોર્ટ આવી ગયા છે. આ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેમણે સુરતમાં મીડિયા સમક્ષ કરેલા નિવેદનમાં કહ્યું હતું. પિતા અને પુત્ર પર કડક કાર્યવાહી કરાશે. આ કેસમાં છૂટછાટ નહીં અપાય.
7 દિવસમાં ચાર સ્પેશિયલ પીપી રોકવામાં આવ્યા છે. 48 કલાક પહેલા તમામ કામગિરી પૂર્ણ કરવામાં આવશે.7 દિવસ પહેલા ચાર્જસીટ પૂર્ણ કરીને કામગિરી ચાલું છે. તેમ હર્ષ સંઘવીએ આ કેસ મામલે તેમનું નિવેદન સુરતમાંથી એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સમક્ષ પૂછાયેલા સવાલના જવાબ રુપે આપ્યું હતું.
આ પણ વાંચો… ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું કામ
જેગુઆક કાર ગમખ્વાર સ્પીડમાં ચલાવીને અકસ્માત નિપજાવનાર તથ્યના ગઈકાલે જ ત્રણ દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા છે. આ મામલે ગૃહ વિભાગે સીટની પણ રચના કરી છે. જેનો રીપોર્ટ પણ તેઓ તૈયાર કરી રહ્યા છે. ત્યારે આ મામલે આગામી સમયમાં ઝડપી પરીવારનો ન્યાય મળે તે દિશામાં ગૃહ વિભાગ કામ કરી રહ્યું છે.