Surat:
ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ઠેર ઠેર રેડ જારી રાખવામાં આવી છે. ઉદ્યોગ જગતમાં ઈન્કમટેક્સની રેડથી ફરી ફફડાટ પેઠો છે. મહાનગરોમાં આ રેડ કરવામાં આવી રહી છે. જેમાં સુરતમાં હીરા પેઢીઓ પર રેડ જારી રહેતા સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર 200 કરોડના ડૉક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. બધા હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. સતત ચોથા દિવસે પણ આ રેડ જારી રાખવામાં આવી છે. અગાઉ પણ બેનામી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર હીરા બજાર માટે એશિયા ભરતમાં ફેમસ સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આ રેડ કરાઈ હતી. જેમાં એક ડાયમંડ કંપનીના વિવિધ યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો…મખાના એટલે જ ‘કમળના બીજ ‘આરોગ્ય માટે છે ફળદ્રુપ
24 સ્થળોએ તપાસ પૂર્ણ કર્યા બાદ 200 કરોડની બિનહિસાબી રકમ દર્શાવતા દસ્તાવેજો મળી આવ્યા છે. તો બેનામી ટ્રાન્ઝેક્શનનો આંકડો 1500 કરોડ સુધી પહોંચી ગયો છે. ચૂંટણી પછી, આવકવેરા તપાસ વિંગે હીરાની કંપનીઓ પર દરોડા પાડ્યા છે અને બેનામી વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. આ દરોડાના પગલે હીરાના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગે સુરતના એક નામાંકિત હીરા વેપારી જૂથ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતમાં ડાયમંડ સેક્ટરની કેટલીક કંપનીઓમાં સતત ચોથા દિવસે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. જેથી વધુ આ પ્રકારે ડૉક્યુમેન્ટ્સ મળી શકે છે.