Share Market :
ભારતીય શેરબજારમાં છેલ્લાં બે દાયકામાં ઘણા શેર રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થયા છે. તેમાંનો એક શેર છે બાલાજી એમાઈન્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી આ દિગ્ગજ કંપનીએ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. ખાસ વાત એ છે કે દસ હજાર રૂપિયાથી ઓછા રોકાણ પર આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.
લાંબા ગાળાની સાથે બાલાજી એમાઈન્સના શેરે ટૂંકા ગાળામાં પણ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. આ શેરે માત્ર અઢી વર્ષમાં 1150 ટકા રિટર્ન આપ્યું છે.
આ પણ વાંચો…અમદાવાદમાં સોમવારે પી.એમ નરેન્દ્ર મોદી અસારવાથી ઉદયપુર ટ્રેનનો પ્રારંભ કરાવશે
રિટર્ન એટલું બધુ કે ગણતરી કરવી મુશ્કેલ!
જોકે આ વર્ષે બાલાજી એમાઈન્સનો શેર 19 ટકા નબળો પડ્યો છે. પરંતુ બજાર નિષ્ણાતો હજુ પણ તેના પર બુલિશ છે. તેમના મતે શેરમાં તેજીના મજબૂત સંકેતો છે. અહેવાલ મુજબ કેઆર ચોક્સીએ તેમાં રોકાણ કરવા માટે 4313 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને વર્તમાન કિંમતથી 43 ટકા સુધી મોટો ઉછાળો શક્ય છે. બાલાજી એમાઈન્સનો શેર 28 ઓક્ટોબર, શુક્રવારે BSE પર 1.15 ટકા વધીને 3013.80 રૂપિયા પર બંધ થયો હતો.
બાલાજી એમાઈન્સના શેરની કિંમત 20 વર્ષ પહેલા 2002માં 2.63 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 3013.80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રિટર્નની વાત કરીએ તો આ શેરે 20 વર્ષમાં 1,14,225 ટકાનું રિટર્ન આપ્યું છે. જો તે સમયે કોઈ રોકાણકારે આ શેરમાં માત્ર 9 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રોકાણની કુલ કિંમત એક કરોડ રૂપિયા હોત.
આ વર્ષે બાલાજી એમાઇન્સનો શેર 4 જાન્યુઆરી, 2022ના રોજ 3,936.95 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે હવે સ્ટોકની વર્તમાન કિંમત 3013.80 રૂપિયા છે એટલે કે તેની ઊંચી સપાટીથી આ સ્ટોક હવે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.
આગળ સ્ટોકની કેવી રહેશે ચાલ?
KR ચોકસીના વિશ્લેષકોના જણાવ્યા મુજબ બાલાજી એમાઈન્સે ઓછી કોમ્પિટિશન સાથે આવશ્યક ઉત્પાદનો અને ઉત્પાદનોની આયાત પર વ્યૂહાત્મક રોકાણ કર્યું છે, જેના કારણે આગામી સમયમાં વધુ સારી ગ્રોથની સંભાવના છે. આ જ કારણ છે કે બજારના નિષ્ણાતોએ આ સ્ટોકમાં ખરીદી કરવાની સલાહ આપી છે.