Food Recipe, EL News
દેશભરમાં અત્યારે ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકો માતાજીની આરાધનામાં લાગ્યા છે અને ઘણા લોકો ઉપવાસ કરે છે. આ સમય દરમિયાન, જો તમે પણ ઉપવાસ કરી રહ્યા છો, તો આજે અમે તમને નાળિયેર બરફી બનાવવાની સરળ રીત જણાવીશું, આ સરળ રીતે નારિયેળની બરફી બનાવીને પરિવારમાં બધાને જ ખવડાવો.
સામગ્રી:
- એક કપ ખાંડ
- એક કપ પાણી
- ½ કપ તાજુ છીણેલું નારિયેળ
- એક ચમચી માવો
- 1 ચમચી એલચી પાવડર
- 4-5 સમારેલી બદામ
- 6-7 સમારેલા પિસ્તા
- 1 ચમચી ઘી
આ પણ વાંચો…વિધાનસભામાં સરકારી કર્મચારીઓ પર ગુનાના આંકડાઓ
રીત:
સૌ પ્રથમ ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ કરીને ખાંડની ચાસણી બનાવી લો. તૈયાર કરેલી ચાસણી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં છીણેલું નારિયેળ ઉમેરો. નારિયેળને સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર થવા દો. હવે તેમાં માવો અને લીલી ઈલાયચીનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, એક ટ્રેમાં થોડું ઘી લગાવો અને તેના પર થોડા સમારેલા બદામ છાંટો. હવે એ ટ્રેમાં નારિયેળનું મિશ્રણ રેડો અને તેને 15 મિનિટ માટે ફ્રીજમાં રાખો. બાદમાં તેને ચોરસ ટુકડામાં કાપી લો. તૈયાર છે સ્વાદિષ્ટ નાળિયેર બરફી. જ્યારે તે ઠંડી થાય ત્યારે તેને સર્વ કરો.