Food recipes, EL News
હેલ્ધી ચોકલેટ કેક બનાવવા માટે ખાંડને બદલે મધનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ ચોકલેટ કેકને ખૂબ જ હેલ્ધી બનાવે છે. સાથે જ આ કેકમાં કેળા પણ વાપરવામાં આવે છે. આ આજે જ સ્વાદિષ્ટ ચોકલેટ કેક બનાવો અને પરિવાર સાથે આનો સ્વાદ માણો. આ બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો નોંધી લો રેસિપી –
આ પણ વાંચો…અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીને હજુ નથી મળ્યા કોઈ પુરાવા
સામગ્રી
- 1 1/2 કપ મેંદો
- 2/3 કપ કોકો પાવડર
- 3 પાકેલા કેળા
- 2 કપ સાદું દહીં
- 1/3 કપ મધ
- 1/2 કપ વનસ્પતિ તેલ
- 1 ચમચી વેનીલા એસેન્સ
- 2 ચમચી પીનટ બટર
- 1 ટીસ્પૂન બેકિંગ સોડા
રીત –
ઓવનને 350º F પર પ્રીહિટ કરો. કેક પેન પર કૂકિંગ સ્પ્રે કરો. એક બ્લેન્ડરમાં કેળા, દહીં, મધ, વેનીલા અને પીનટ બટર ભેગું કરો. 1-2 મિનિટ સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. પછી આ પીસેલા મિશ્રણને એક મિક્સિંગ બાઉલમાં કાઢો અને એમાં અટલ નાખો અને સારી રીતે મિક્સ કરો. આ પછી એમાં મેંદો, કોકો પાવડર અને બેકિંગ સોડા નાખો અને સારી રીતે બધું જ મિક્સ કરો. તૈયાર થયેલા બેટરને કેક પેનમાં નાખો. પછી તેને 27-35 મિનિટ માટે બેક કરો અથવા વચ્ચે ટૂથપીક નાખી ને ચેક કરો કે બેક થઇ ગઈ છે. સરખી રીતે બેક થઈ જાય ત્યાં સુધી બેક કરો. પછી ઓવનમાંથી કેક બહાર કાઢી લો અને તેને તમે મેલ્ટેડ ચોકલેટથી ગાર્નિશ કરી શકો છો. તૈયાર છે હેલ્ધી ચોકલેટ કેક, ઘરમાં નાના-મોટા સૌને પસંદ આવશે. આજે જ બનાવો આ સરળ રીતે હેલ્ધી ચોકલેટ કેક.