22.9 C
Gujarat
December 21, 2024
EL News

રેસિપી / સાંજે ચા સાથે ખાઓ શક્કરીયાની ક્રિસ્પી ફ્રાઈસ

Share
Food recipes, EL News

સાંજે ચાની સાથે દરેકને કોઈને કોઈ નાસ્તો ખાવો પસંદ આવે છે. પણ આપણે રોજ કોઈને કોઈ સૂકો નાસ્તો ખાઈને ચલાવી લઈએ છીએ. આ સિવાય આપણે ઘણીવાર બિસ્કિટ કે કૂકીઝ ખાઈએ છીએ. ક્યારેક કોઈ બીજી વાનગી ખાઈ લઈએ છીએ. પણ રોજ રોજ સાંજે નાસ્તામાં શું ખાવું એ પણ એક સવાલ ઉભો થાય છે. ત્યારે આપણે શું ખાવું એ અંગે બહુ જ વિચાર કરીએ છીએ અને પછી છેલ્લે ચા કે કોફી સાથે બિસ્કિટ ખાઈ લઈએ છીએ. પણ રોજ રોજ એકનું એક ખાઈને કંટાળી જવાય છે. જો તમે પણ સાંજની ચા સાથે થોડો હળવો નાસ્તો ખાવાનું પસંદ કરો છો, તો શક્કરીયાની ક્રિસ્પી ફ્રાઈસ એક ઉત્તમ વિકલ્પ સાબિત થશે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્ભુત છે.

Measurline Architects

સામગ્રી:

  • ત્રણ શક્કરીયા
  • ત્રણ ચમચી ઓલિવ તેલ
  • ¾ ટીસ્પૂન લસણ પાવડર
  • ¾ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  • 1 ½ ટીસ્પૂન ઓરેગાનો
  • ¼ ચમચી કાળા મરી
  • 1 ચમચી સૂકી રોઝમેરી
  • સ્વાદ અનુસાર મીઠું

આ પણ વાંચો…આર્ષ પુરોહિતે ગુજરાત ટીમને National Youth Parliament માં જીતાડી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું .

પદ્ધતિ:

સૌ પ્રથમ, ઓવનને લગભગ 430 ડિગ્રી ફેરનહીટ પર પ્રીહિટ કરી લો. હવે શક્કરિયાને ધોઈ, તેને સરખા કદની ચીરી કાપીને થોડી વાર સૂકવી લો. આ પછી, આ ચીરીને એક મોટા બાઉલમાં મૂકો અને તેમાં ઓલિવ તેલ ઉમેરો. હવે બીજા વાસણમાં તમારી પસંદગીના બધા મસાલાને એકસાથે મિક્સ કરો. આ પછી, આ મસાલાઓને શક્કરીયાંની ચીરીમાં સારી રીતે મિક્સ કરો, જેથી શક્કરીયાંની ચીરી પર મસાલાનું આછું કોટિંગ રહે. હવે બેકિંગ ટ્રેમાં પાર્ચમેન્ટ પેપર લગાવીને આ શક્કરીયાંની ચીરી મૂકો અને 15-20 મિનિટ માટે બેક કરો. થોડા સમય પછી તેને પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 10-15 મિનિટ પકાવો. શક્કરિયાની ટેસ્ટી અને ક્રિસ્પી ફ્રાઈસ તૈયાર છે. તેને ટોમેટો કેચપ, ચીઝી ડીપ અથવા ચિપોટલ સોસ સાથે સર્વ કરો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દિવાળી માટે બનાવો ધાણાના લાડુ, જાણો રેસિપી

elnews

રેસિપી / ઘરે જ બનાવો ગોળના ગુલાબ જાંબુ

elnews

ગુલકંદથી ભરેલા ગુલાબના લાડુની રેસીપી.

elnews

Leave a Comment

error: Content is protected !!