Food recipes, EL News
એમ તો બધા ભારતીયોને મીઠાઈ ખૂબ જ પસંદ છે. પરંતુ કેટલીક એવી મીઠાઈઓ છે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આવી જ એક મીઠાઈ છે ગુલાબ જાંબુ, જેને ગરમાગરમ ખાવાનું દરેકને ગમે છે. પરંતુ વધુ પડતું ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. તેથી જ આજે અમે તમને ગોળના ગુલાબ જાંબુની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે એટલી સ્વાદિષ્ટ અને તેના કરતા પણ વધુ હેલ્ધી હશે.
સામગ્રી:
- માવો – 500 ગ્રામ
- 175 ગ્રામ લોટ
- 1/2 ચમચી બેકિંગ સોડા
- 5 ગ્રામ એલચી પાવડર
- 1/2 કિલો ગોળ
- 1/2 લિટર પાણી
આ પણ વાંચો…નોટ કરી લેજો / એપ્રિલમાં 15 દિવસ માટે બંધ રહેશે બેંક
રીત:
માવો, લોટ, એલચી પાવડર, બેકિંગ સોડા અને પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધો. તેમાંથી નાના-નાના બોલ બનાવો. એક કડાઈમાં તેલ ગરમ કરો, જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તેમાં લોટના ગોળા નાખીને તળી લો. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળો. બીજી બાજુ ગોળની ચાસણી બનાવો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને તેલમાંથી કાઢીને ગોળની ચાસણીમાં નાખો. પિસ્તાથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.