Gandhinagar, EL News
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે આ ચૂંટણી યોજવામાં આવશે. જેમાં ભાજપ આ વખતે કેટલાક ચહેરાઓ બદલી શકે છે.
ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો છે. કોંગ્રેસની કેટલીક બેઠકો પણ આ વખતે ભાજપના ફાળે પૂરતું સંખ્યાબળ ના હોવાના કારણે જશે. ત્યારે ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની થનારી ચૂંટણીની અંદર ભાજપ દ્વારા અત્યારના ચહેરાઓ બદલવામાં આવી શકે છે.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 2 ચહેરાઓ બદલાશે. જેથી આ વખતે નવો ચાન્સ ભાજપમાંથી મળવાની શક્યતા છે. સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર જુગલજી ઠાકોર, દિનેશ અનાવાડીયા ડ્રોપ થઈ શકે છે આ સાથે કેન્દ્રીય મંત્રી જય શંકર પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. જેથી વિદેશ પ્રધાનને ફરીથી રાજ્યસભામાંથી ચૂંટણી લડાવવામાં આવશે.
આ પણ વાંચો… કરાંચી જેલથી છૂટી સ્વદેશ પરત ફરેલા દિવના માછીમારની કહાની
બીજી તરફ કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાના કારણે 3 બેઠક ભાજપના ફાળે જશે. પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય ચૂંટણીચ પંચ દ્વારા જે રાજ્યોમાં રાજ્યસભાની ટર્મ પૂર્ણ થાય છે ત્યાં પત્ર પણ લખવામાં આવ્યો છે. જેથી ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની અંદર ચૂંટણી રાજ્યસભાની યોજવામાં આવશે. જેમાં ભાજપ દ્વારા આ વખતે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.