Rajkot, EL News
કહેવાય છે કે ગુજરાતી તેમાં પણ સૌરાષ્ટ્રના લોકોના ખૂનમાં જ ઉદ્યોગ એટલે કે બિઝનેસ છે. સૌરાષ્ટ્ર સહિત આખું ગુજરાત ઉદ્યોગો માટે જાણીતો છે તેમાં પણ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની તો શું વાત જ કરવી.
રાજકોટ ઉદ્યોગ સાહસિકોથી ભરેલું છે તેમાં પણ રાજકોટ બે ડગલાં આગળ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટવાસીઓને ગર્વ થાય તેવી વાત સામે આવી છે જેમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા એન્જિનિયર એ ચાર દિવસના ટૂંકા ગાળામાં જ રીક્ષા બનાવી એ પણ સ્ક્રેપમાંથી છે ને અદભુત. મળતી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા અને રાજકોટની એક પ્રાઈવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા એન્જિનિયરએ ચાર જ દિવસમાં સમય ગાળામાં નાકમાં સક્રેપમાંથી રીક્ષા બનાવી છે.
આ પણ વાંચો…માટીને નમન,વીરોને વંદન થીમ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ
મોદી સરકારના મેક ઈન ઈન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયાના સૂત્રને પુરવાર કરવા રાજકોટ ઇન્ડસ્ટ્રી હાલ બીજી બધી ઇન્ડસ્ટ્રી સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં આવેલ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા એન્જીનીયર એ સ્કરેપમાંથી રીક્ષા બનાવી જે ફેકટરીમાં ઉપયોગમાં લઈ શકાય. આ રિક્ષાને કારણે ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મજૂરોની સેફ્ટિમાં વધારો થશે અને કામ પણ ઝડપી થશે જેથી સમયની પણ બચત થશે. આ રીક્ષા ૬૦૦ કિલો જેટલું વજન ઉપાડી શકે તેવી અને સિંગલ ચાર્જમાં ૫૦ કી. મી.નું અંતર કાપી શકવા સક્ષમ છે. સાથે જ તમે રિક્ષાને રિવર્સ પણ લઈ શકો તેવી સુવિધાથી સજ્જ છે આ રીક્ષા