Rajkot, EL News
પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર માનનારા રમેશચંદ્ર ફેફર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહેનારા રમેશચંદ્ર ફેફરે હવે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે હવે મોટો વિવાદ સર્જાયો છે. જાણાવી દઈએ કે, અગાઉ પણ રમેશચંદ્ર ફેફર વિવાદમાં રહી ચૂક્યા છે. તેમણે પોતાને ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર કહ્યા હતા.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી ગણાવ્યા
મીડિયા અહેવાલ મુજબ, રમેશચંદ્ર ફેફરે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વાત કરતા તેમને ઢોંગી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, આવા અનેક બાબાઓ અગાઉ પણ આવી ચૂક્યા છે જે પછી નર્કમાં ગયા છે. લોકોએ આવા બાબાઓનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. ફેફરે કહ્યું કે, શિવજી અને હનુમાનજી ખૂબ જ ભોળા હોય છે. પરકાયા પ્રવેશની એક શક્તિ હોય છે. એ સિદ્ધિઓનો ઉપયોગ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જાણી શકતા હોય છે.
આ પણ વાંચો… વજન ઘટાડવા માટે કેટલી કેલરી લેવી યોગ્ય છે?
‘ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર છે’
મીડિયા રિપોર્ટ અનુસારા, રમેશચંદ્ર ફેફરે આગળ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. આજના કળયુગમાં પૈસા કમાવવા માટે તથાકથિત કથાકાર કામ કરે છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ સાચા હતા તેમને કાઢી મૂકાયા હતા. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર છે. તે મરીને નર્કમાં હતો અને ભગવાનનો વિરોધ કરી મર્યો હતો. જણાવી દઈએ કે, રાજકોટના કાલાવડ વિસ્તારમાં રહેતા રમેશચંદ્રે બે વર્ષ પહેલા પોતાને ભાગવાન વિષ્ણુના દસમાં અવતાર કલ્કી હોવાનો દાવો કર્યો હતો.