16.4 C
Gujarat
December 22, 2024
EL News

રાજકોટ પોલીસે ૫.૨૭ લાખની કિંમતનો દારૂ કર્યો કબ્જે

Share
Rajkot :
તહેવાર નજીક આવતા ફરી બૂટલેગરોએ માઠું ઉચકવ્યું હોય તેમ પોલીસ દરોડા દરમ્યાન ૫.૨૭ લાખનો દારૂ પકડાયો છે. ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને બે શખ્સોને ઝડપી દારૂનો માલ કબ્જે કર્યો.
PANCHI Beauty Studio
Advertisement
મળતી માહિતી અનુસાર રાજકોટના નવા થોરાળા રામનગરમાં રહેતા શબ્બીર ઉર્ફેં બોદુ સતાર ઓડીયા અને ભવાની ચોકના તૌફિક જાવીદ કાસમણી નામના શખ્સો નવા થોરાળા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૫.૨૭ લાખની કિંમતની વિદેશી દારૂની નાની અને મોટી ૩૦૦૦ બોટલ દારૂ સાથે બંનેની ધરપકડ કરી તેની પાસેથી રૂા.૫૦ હજારની કિંમતની રિક્ષા અને ત્રણ મોબાઇલ કબ્જે કર્યા છે. શબ્બીર ઉર્ફે બોદુ સતાર પીંજારા અને તૌફિક જાવીદ કાસમણીએ વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કોને ડીલીવરી આપવાની હતી તે અંગેની વિશેષ પૂછપરછ માટે બંને શખ્સોને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.

આ પણ વાંચો… રૉક સોલ્ટ વૉટર: રોજ મીઠું પાણી પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે

નવરાત્રી પર્વ પહેલા વિદેશી દારૂનો જંગી જથ્થો બંને બુટલેગરોએ મગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે નવરાત્રી પર્વમાં દારૂનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસ બાજ નજર રાખી રહી હોવાથી બંને શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે,

elnews

બૂથ સશક્તિકરણ અભિયાન-2023 સી.આર. પાટીલની હાજરી

cradmin

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો

elnews

1 comment

આ બિઝનેસ શરૂ કરવા પર થશે 6 લાખની કમાણી - EL News September 22, 2022 at 7:02 pm

[…] આ પણ વાંચો… રાજકોટ પોલીસે ૫.૨૭ લાખની કિંમતનો દારૂ … […]

Reply

Leave a Comment

error: Content is protected !!