Rajkot:
રાજકોટ મહાનગર પાલિકાની અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતાં જુનિયર ક્લાર્ક, આરોગ્ય શાખાના ફિમેલ હેલ્થવર્કર અને લેબ ટેક્નિશિયન સહિત ૩૭ કર્મચારીઓએ અંગતકારણોસર અને બીજા સ્થળે સારી નોકરી મળતાં સ્વૈચ્છીક રાજીનામું આપી દીધું છે. તમામના રાજીનામા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા મંજૂર કરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…CM પટેલનું મંત્રી મંડળ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ, 3 પાટીદાર, 7 ઓબીસી, 1 મહિલા મંત્રી, 10ના પત્તા કપાયા.
સાથોસાથ બોન્ડની રકમ જપ્ત કરી લેવા આદેશ આપવામાં આવ્યો છે. મહાપાલિકાની અલગ-અલગ શાખાઓમાં જોડાયેલા ૨૨ જુનિયર ક્લાર્ક, ૧૨ ફિમેલ હેલ્થવર્કર, ૨ લેબ ટેક્નિશિયન અને એક દબાણ હટાવ અધિકારીએ માત્ર નોકરીમાં છોડાયેલા છ મહિનાની અંદર જ સ્વૈચ્છીક રાજીનામું દીધું છે. તેઓએ ચૂંટણી પહેલા જ રાજીનામું ધરી દીધું હતું પરંતુ મ્યુનિ.કમિશનર દ્વારા ગત 8મી ડિસેમ્બરના રોજ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું.
નોકરીમાં જોડાયા ત્યારે તેઓની પાસેથી રૂ.૫૯,૮૫૦ થી રૂ.૯૪,૦૦૦ સુધીના બોન્ડ લેવામાં આવ્યા હતાં. નિયત સમય સુધી નોકરી ન કરતાં તેઓએ ભરેલી બોન્ડની રકમ જપ્ત કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ખાલી પડેલી જગ્યા ભરવા માટે હવે આગામી દિવસોમાં નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે જુનિયર ક્લાર્કની ભરતી બાદ વેઇટીંગમાં રહેલા ઉમેદવારોને સરકારી નોકરીની તક વધુ એકવાર મળશે.