Rajkot, EL News
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના અધિકારીએ આત્મહત્યા કરતા ચકચારી મચી જવા પામી છે. લાંચના કેસ બાદ આત્મહત્યા કરી હતી. લાંચના કેસનો મામલો આવ્યા બાદ આત્મહત્યા કરી લેતા રાજકોટમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફરીયાદી તરફથી લાંચની ફરીયાદ મળતા સીબીઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બિશ્નોઈને 5 લાખ રૂપિયા લેતા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે તેમની આત્મહત્યા બાદ જવરમલ બિશ્નોઈને ઈન્ટ્રોગેટ કરનાર સીબીઆઈની ટીમની પણ તપાસ થાય તેવી શક્યતા છે.
ફોરેન ટ્રેડ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ. બિશ્નોઈના આપઘાતના કેસ મામલે સીબીઆઈને પૂછપરછ કરવામાં આવી શકે છે. સીબીઆઈની ટીમને બિશ્નોઈના ઘરે દરોડા દરમિયાન 50 લાખ રુપિયા અને ચાંદીના સિક્કા ભરેલો થેલો મળ્યો હતો.
આ પણ વાંચો…અમદાવાદ – ક્રિકેટ સટ્ટાબાજીનો થયો પર્દાફાશ
પ્રાપ્ત વિગતો અનુસાર પરીવારના સભ્યોએ 50 લાખ રોકડ અને ચાંદીના સિક્કા ભરેલો થેલો સામેના ફ્લેટમાં ફેંક્યો હતો. સીબીઆઈએ દરોડામાં રોકડ અને દાગીનાનો થેલો કબ્જે કર્યો હતો. ઓફિસ બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જો કે, આ ઘટના બાદ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સિનિયર અધિકારીઓ બદનામીના ડરથી આત્મહત્યા કરી હોઈ શકે છે. ત્યારે બની શકે છે કે, જવરમલ બિશ્નોઈને ઈન્ટ્રોગેટ કરનાર સીબીઆઈની ટીમની પણ તપાસ થાય તેવી શક્યતા છે.