Rajkot:
આ વખતે બારે મેઘ ખાંગા કહેવત સાચી પડી હોય તેમ રાજકોટ અને અન્ય રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. રાજકોટના નદી નાલા પાણી પાણી થઇ ગયા છે.
હજુ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ તો બાકી છે ત્યાં જ રાજ્યના મોટાભાગના ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. રાજ્યના ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકા પાણી છે.
ગુજરાતના જળાશયોમાં ૭૧ ટકા જળસંગ્રહ છે
૩૦ ડેમમાં ૯૦ટકાથી વધારે છે. ૧૬ જળાશયોમાં ૮૦થી ૯૦ટકા પાણી છે. ૧૭ ડેમમાં ૭૦થી ૮૦ટકા પાણી છે. ૯૫ જળાશયોમાં ૭૦ ટકાથી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરને બાદ કરીએ તો, ગુજરાતના જળાશયોમાં ૭૧ ટકા જળસંગ્રહ છે.
ભાદર-૨ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા
રાજકોટના જેતપુરમાં પણ વરસાદ દે ધનાધન વરસ્યો હતો. ધોરાજીમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. ધોરાજીની સકુરા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.
ધોરાજીનો ભાદર-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે. મોરબીમાં ફૂલકી નદી બે કાંઠે વહેતી થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ફૂલકી નદીમાં પૂર જેવો માહોલ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે
આ ઉપરાંત જામનગર-માળીયા હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. સિઝનમાં બીજી વખત વાહન વ્યવહાર ખોરવાયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે હજુ વરસાદનો ત્રીજો રાઉન્ડનો બાકી જ છે એટલે કે આ વર્ષે વરસાદ તમામ રેકોર્ડ તોડે તે લગભગ નક્કી છે.
30 વર્ષનો રેકોર્ડ તૂટવાની સંભાવના
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૨૫૧માંથી ૪૭ તાલુકાઓમાં ૪૦ ઇંચથી પણ વધારે વરસાદ છે. ૧૨૬ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઇંચ સુધી વરસાદ છે. માત્ર બે તાલુકાઓમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ છે.
સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં સિઝનમાં કુલ ૧૩૮ ઇંચ થયો છે. ધરમપુરમાં ૧૧૩ ઇંચ વરસાદ થયો છે. ૮ તાલુુકાઓમાં ૮૦ ઇંચથી પણ વધારે વરસાદ થયો છે. 30 વર્ષનો રેકોર્ડ તૂટવાની સંભાવના છે.રાજ્યમાં સારા વરસાદને પગલે વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
1 comment
[…] આ પણ વાંચો ગુજરાત માં સારા વરસાદ ને પગલે પાણી નું… […]