Ahmedabad, EL News
રાહુલ ગાંધીના માનહાની કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી આજે હાથ ધરવામાં આવશે. સેશન્સ કોર્ટના ચૂકાદને રાહુલ ગાંધી દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફરમાવી છે ત્યારે આ મામલે આજે સજા પર રોક લગાવવા આ અરજી કરાતા સુનાવણી થશે. રીવિઝન અરજી પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુનાવણી થશે.
મોદી અટક મામલે કરવામાં આવેલી અગાઉ 2019માં ટીપ્પણી કરી હતી. તેને લઈને માનહાનિના કેસમાં આ સુનાવણી થશે. ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ આ મામલે માનહાનીનો કેસ કર્યો હતો.
આ પણ વાંચો…વડોદરા – એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફ્રીમાં જંગી વધારો
ઉલ્લેખનીય છે કે, સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું છે. જે બાદ રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના નિર્ણયને સેશન કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. તેથી જ હવે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે ત્યારે અગાઉ આ અરજી પર ઝડપી સુનાવણી મામલે હાઈકોર્ટમાં વિનંતી કરવામાં આવી હતી ત્યારે આ બાબતને ગ્રાહ્ય રાખતા આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
કર્ણાટકના કોલારમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે મોદી અટક પર ટિપ્પણી કરી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મુદ્દાને તમામ સમાજનું અપમાન હોવા સાથે જોડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા કોર્ટે સજા ફટકારી છે ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધતા હાઈકોર્ટમાં આ મામલે અરજી કરાઈ છે.