Ahmedabad :
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી, 2022 અંતર્ગત બે તબક્કામાં સોમવાર કાલથી મતદાન યોજાનાર છે. આ જોગવાઇ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે.
જે કોઇ માલિક આ જોગવાઇ વિરુધ્ધનું વર્તન કરશે તે દંડ અને શિક્ષાને પાત્ર રહેશે. અત્રેના ઝોન હેઠળના સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ વિસ્તારના કોઇ પણ શ્રમયોગીને આ બાબતે કોઇ સમસ્યા હોય તો તેઓશ્રી મતદાનના દિવસે સવારે 8:00 કલાકથી સાંજે 5:00 કલાક સુધી અત્રેની કચેરીના ફોન નંબર 079-29709067 ઉપર સંપર્ક કરી શકશે.
આ પણ વાંચો… રાજકોટનાં યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી: કારણ હજુ અંક બંધ
આ અધિનિયમ હેઠળ અપાયો છે આ હક્ક
ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-2019, કારખાના અધિનિયમ-1948, બિલ્ડીંગ એન્ડ અધર્સ કન્સટ્રકશન વર્કસ-1996, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ-1970 હેઠળ નોંધાયેલ સંસ્થા સાઇટ પરના શ્રમયોગી મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વટાઉખત અધિનિયમ-1881 ની જોગવાઇ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 માં સને 1996ના લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ 135(બી) ની જોગવાઇઓ અનુસાર કામદારોને મતદાન કરવા જવા માટે સવેતન છુટ આપવાની રહે છે. જે માટે તેઓને ખાસ રજા મંજુર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી.