20.4 C
Gujarat
November 22, 2024
EL News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા

Share
Ahmedabad:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. વડાપ્રધાન નિષ્ણાત તબીબો પાસેથી માહિતી મેળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત આજે સવારે લથડી હતી. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.

Measurline Architects

વડાપ્રધાન મોદી માતાની તબિયત નાદુરસ્ત થતા તુરંત જ દિલ્હીથી અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. હીરાબાના સ્વાસ્થ્યને લઈને અત્યારે તેઓ ડૉક્ટરો સાથે વાતચીત કરી રહ્યા છે. 7 તબીબો અત્યારે સારવાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના થઈ સવા કલાકમાં અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે. ત્યાં તેમના બ્લડ રીપોર્ટ વગેરે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…માનસિક શાંતિ-શારીરિક સંતુલન વધારવા માટે વૃક્ષાસન યોગ કરો

પીએમ મોદીના ભાઈને ગઈકાલે નડ્યો હતો અકસ્માત
પીએમ મોદીના નાના ભાઈ મંગળવારે કાર અકસ્માત નડ્યો હતો.  ગઈકાલે તેઓ કર્ણાટક મૈસુરમાં અકસ્માત થતા ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીનો કાર અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર તેઓ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે બાંદીપુર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર કર્ણાટકના મૈસુર નજીક ડિવાઈડર સાથે અથડાઈ હતી. પ્રહલાદ મોદીને તેમના પરિવાર સાથે જેએસએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જો કે, એવું કહેવાય છે કે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને તે અત્યારે સુરક્ષિત છે.
 
કોરોના કાળમાં રસી લઈને લોકોમાં એક દાખલો બેસાડ્યો હતો
હિરાબેન મોદીએ કોરોનાના સમયગાળા દરમિયાન રસી લીધી જ્યારે લોકો તેને લેતા ડરે. હીરાબાનું આ પગલું જોઈને સમાજના અનેક લોકો રસી લેવા  આગળ આવ્યા હતા. એટલું જ નહીં, તે મતદાન મથકે જઈને ચૂંટણીમાં મતદાન પણ અચુકથી તેઓ કરે છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા:

elnews

લઠ્ઠાકાંડ: ભોગ લેનાર કેમિકલ કાંડમાં સમીર પટેલને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન.

elnews

ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત

elnews

Leave a Comment

error: Content is protected !!