EL News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

Share
 Gandhinagar, EL News

સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું છે. 28 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના હાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે.
PANCHI Beauty Studio
આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા વિશેષ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને 25 જુલાઈથી જનતા માટે ખુલ્લું
મૂકવામાં આવશે. આ એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ શે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ એક્ઝિબિશન પણ 30 જુલાઇ સુધી કાર્યરત રહેશે.

એક્ઝિબિશનની મુલાકાતે આવનારા લોકોને સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી ત્યાધુનિક તકનીકો અને નવીનીકરણ અંગે વિસ્તૃત જાણકારી મળશે. એન્જીનિયરીંગ, ડીપ્લોમાં
અને અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન વિષે જાણવા મળશે, તથા આ ક્ષેત્રે કારકિર્દી ઉપયોગી વિશેષ જાણકારી મેળવવાની ઉત્તમ તક મળશે.

આ પણ વાંચો…  હાઈ કોલેસ્ટ્રોલમાં ત્વચા પર દેખાય છે આ લક્ષણો,

કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવેઅને કમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવ ; વિદેશ મંત્રી  સુબ્રમણ્યમ જયશંકર તેમજ
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશીપ મંત્રી  રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. ઉપરાંત, અગ્રણી સેમીકન્ડક્ટર
ઇન્ડસ્ટ્રીઝના વડાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ધમધમી

elnews

મારા પપ્પાએ મને હંમેશા એક છોકરાની રીતે ટ્રીટ કરી છે…

elnews

વરસાદી સીઝનમાં થયેલ નુકશાનમાં ત્રણ લાભાર્થીઓને સહાયના ચેક અપાયાં..

elnews

Leave a Comment

error: Content is protected !!