22.9 C
Gujarat
December 21, 2024
EL News

વડાપ્રધાન દ્વારા અમદાવદામાં સાયન્સ કૉન્ક્લેવનો સમાપન

Share
Ahmedabad :

અમદાવાદ શહેરમાં સાયન્સસિટી ખાતે આયોજિત બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ તેમજ સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

PANCHI Beauty Studio
Advertisement
કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને કારણે આ કોન્ક્લેવ એક નવી ઊંચાઈ પર પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપિત કરેલી કાર્યસંસ્કૃતિનું જ પરિણામ છે કે આ કોન્ક્લેવ નવા પરિમાણો પ્રસ્થાપિત કરશે.
આ ફળદાયી સાયન્સ કોન્ક્લેવની સફળતાને બિરદાવતા કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આપણે આવી સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ દર વર્ષે જુદા જુદા રાજ્યમાં યોજીશું.

આ પણ વાંચો… છોકરીઓ આઈ લાઈનર અને મસ્કરાના આ અદ્ભુત હેક્સને જાણતી નથી

વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દરેક રાજ્યની સાયન્સ ટેકનોલોજીને લગતી પહેલ અને સિદ્ધિઓનું અન્ય રાજ્યો અનુકરણ કરી શકે એ માટે એક ડેશબોર્ડ તૈયાર કરીશું, આગળ જતાં તેની એપ પણ બનાવાશે. ડેશબોર્ડના માધ્યમથી કેન્દ્ર અને તમામ રાજ્યો એકબીજા સાથે સતત જોડાયેલા રહેશે.
કેન્દ્રીય મંત્રીએ દરેક રાજ્યને એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરવા અનુરોધ કર્યો, જે સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્ક જાળવી રાખે. મંત્રીશ્રીએ આ પ્રસંગે સેન્ટર સ્ટેટ સાયન્સ કાઉન્સિલ બનાવવાનો વિચાર પણ રજૂ કર્યો.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કોન્ક્લેવના સુંદર આયોજન અને વ્યવસ્થા માટે ગુજરાત સરકારની ભરપૂર પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કોન્કલેવના આયોજનથી માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર વિશ્વને એક નવી દિશા પ્રાપ્ત થશે. વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સંશોધન એ કોઈપણ સમસ્યાના સમાધન માટે પાયો છે.
દેશની સૌપ્રથમ સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવ માટે ગુજરાતની પસંદગી કરવા માટે મંત્રી  જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારનો આભાર માનવા સાથે ફરી વાર પણ યજમાન બનવાની તૈયારી દર્શાવી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગાંધીનગર – સીઆર અને સીએમ 7 જુલાઈએ જશે દિલ્હી

elnews

ગુજરાત હાઈકોર્ટે પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય

elnews

આગામી બે દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવી શકે છે

elnews

1 comment

કોળાના બીજ ખાવાથી ખૂબ ફાયદા થઈ શકે છે - EL News September 11, 2022 at 7:48 pm

[…] આ પણ વાંચો… વડાપ્રધાન દ્વારા અમદાવદામાં સાયન્સ ક… […]

Reply

Leave a Comment

error: Content is protected !!