25.9 C
Gujarat
December 22, 2024
EL News

ભાવ વધારો: બે મહિના પછી ફરી મોંઘો થયો LPG

Share
 Business, EL News

ઓઈલ કંપનીઓએ ફરી એકવાર એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં અચાનક વધારો કરી દીધો છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે પહેલા કરતા 7 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારે ચૂકવવા પડશે. સામાન્ય રીતે દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. ત્યારે આ વખતે 1 તારીખે ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. પણ હવે ભાવમાં વધારો કરવાં આવ્યો છે.
Measurline Architects
રાહતની વાત એ છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

તાજેતરના વધારા પછી, મહાનગરોમાં કિંમતો

તેલ અને માર્કેટિંગ કંપનીઓ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા દરમાં વધારો લાગુ કર્યા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત સિલિન્ડર દીઠ રૂ. 1780 થઈ જશે. એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1902 રૂપિયા, મુંબઈમાં 1740 રૂપિયા અને ચેન્નઈમાં 1952 રૂપિયા થઈ જશે.

ગયા મહિને ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો

પેટ્રોલિયમ કંપનીઓએ જૂનની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. કંપનીઓએ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1 મેના રોજ 1856.50 રૂપિયા હતી, જે 1 જૂને ઘટીને 1773 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર

આ પણ વાંચો…    રાજકોટમાં આયુર્વેદીક સિરપ દવાના નામે વેચાતો નશાનો સામાન ઝડપાયો

એક તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ એપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 1 માર્ચ, 2023ના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યાં રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયામાં મળે છે, તો કોલકાતામાં તમે તેને 1129 રૂપિયામાં ખરીદી શકો છો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નાણામંત્રીએ આપ્યાઃ ઓનલાઈન ગેમિંગ અંગેના મોટા સમાચાર

elnews

શેરબજારમાં તેજીનો દોર ચાલુ, તોફાની વૃદ્ધિ સાથે સેન્સેક્સ 65000ને પાર

elnews

જમા કરો 200 રૂપિયા, એકસાથે મળશે 6 લાખથી વધુ

elnews

Leave a Comment

error: Content is protected !!