Business :
શેરબજારમાં દિવાળીની શરૂઆત થઈ ગઈ છે. દિવાળી પહેલા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બેન્કિંગ, એનર્જી શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે બજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 492 પોઈન્ટના ઉછાળા સાથે 58,410 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 134 પોઈન્ટના ઉછાળા સાથે 17,320 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારમાં આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એનર્જી, ફાર્મા, એમએફસીજી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બજારમાં આજે સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરના શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. નિફ્ટી ઈન્ડેક્સના 50 શેરોમાંથી 34 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 16 શેર ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર લીલા નિશાનમાં અને 7 શેર ઘટાડાની સાથે બંધ થયા હતા.
આ પણ વાંચો…આજથી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનો પ્રારંભ – જોવા મળશે ભારતની તાકાત, થીમ છે ‘પાથ ટુ પ્રાઈડ’
લીલા નિશાનવાળા શેર
જે શેરો તેજી જોવા મળી હતી તેના પર નજર કરીએ તો એસબીઆઈ 3.20 ટકા, બજાજ ફિનસર્વ 2.05 ટકા, એક્સિસ બેન્ક 1.97 ટકા, ICICI બેન્ક 1.84 ટકા, NTPC 1.64 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.58 ટકા, રિલાયન્સ 1.44 ટકા, કોટક મહિન્દ્રા 1.39 ટકા સાથે બંધ થયું છે.
લાલ નિશાનવાળા શેર
જો પ્રોફિટ-બુકિંગવાળા શેરો પર નજર કરીએ તો હિન્દાલ્કો 2.23 ટકા, લાર્સન 1.49 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 1.37 ટકા, એચસીએલ ટેક 0.79 ટકા, વિપ્રો 0.58 ટકા, ટાટા સ્ટીલ 0.55 ટકા, બ્રિટાનિયા 0.49 ટકા, બીપીસીએલ 0.44 ટકા, પાવર ગ્રિડ 0.38 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
બજારમાં આજે કુલ 3701 શેરનું કામકાજ થયું હતું, જેમાં 1609 શેર ઉછાળા સાથે અને 1926 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. 166 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 271.74 લાખ કરોડ રહ્યું છે.