Health tips:
પોરબંદરની સ્વાસ્થ્ય માટે જાગૃત જનતા અને યુવાધન એકાએક શિયાળો આવતાજ જાણે શરીરનું સ્વાસ્થ્ય જાળવવા સભાન બની હોઈ તેમ પોરબંદરની ચોપાટી,શહેરના જિમ ,એરોબીક્સ અને યોગકલાસ જેવી જગ્યા પર લોકોની ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચો…ચહેરા પર સફાઈ કર્યા પછી ભૂલથી પણ ન કરો
પોરબંદરમાં સ્વાસ્થ્ય માટે લોકોમાં જાગૃતિ લાવવા હંમેશા તત્પર એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ફિટનેસ એકસપર્ટ કેતન કોટિયા અને સર્ટિફાઇડ ફિટનેસ એક્સપર્ટ્સ ન્યુટ્રિસનિસ્ટ ટ્રેનરોની ટીમ દ્વારા લોકોને શિયાળાનું સ્વાસ્થ્ય માટે મહત્વ સમજાવવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ શિયાળાની ગુલાબી ઠંડીમાં એક્સરસાઇઝ કરવાની અલગ મઝા હોયછે અને કુદરત તરફથી પણ અનેક પ્રકારની ભેટો આપવામાં આવે છે.
સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારના શાકભાજીઓ,ફળો અને ઔષધિઓ પણ શિયાળામાં જ આગમન કરતા હોઈ છે ત્યારે ઠંડી સામે શરીરમાં યોગ્ય ઉષ્ણતા જાળવવા કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ જે વ્યક્તિ ની રુચિ જરૂર પ્રમાણે યોગ્ય માર્ગદર્શનમાં વેઇટ લીફટિંગ, જીમિંગ,એરોબિક્સ,યોગા,ઝુંબા,રનિંગ,સાઈકલિંગ,સ્વિમિંગ વગેરે જરૂરથી કરવુંજ જોઈએ.
પરંપરાગત પોષણયુક્ત મરી મસાલા ,ઔષધોયુક્ત ચીકી,અરડીયા,તલ ના લડડું ખાવા નું આહાર-વિહાર અને યોગ્યરૂપ એક્સરસાઇઝ કરવી એ સ્વાસ્થ્ય માટે સુખાકારી છે.