Rajkot EL News
રાજકોટ પોલીસનો નવો કીમિયો: વાહન ચાલકો લને દંડ ને બદલે હેલ્મેટ પેરાવી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને સતત રહ્યા કારે છે. સતત ટ્રાફિકની કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું જઈ રહ્યું છે. અકસ્માતમાં કેટલાક લોકોને તો પોતાના જીવ પણ ગુમાવવા પડી રહ્યા છે.
આમ ન થાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા અનેક વખત ચેકીંગની ડ્રાઇવ લેવાતી હોય છે. તેમાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસે નવો કીમિયો અજમાવ્યો છે જેમાં વાહન ચાલકોને દંડ ને બદલે હેલ્મેટ પહેરાવી અકસ્માતથી બચવા સલાહ આપી.
આ પણ વાંચો…ગુજરાત એટીએસએ પાર પાડ્યું મોટું ઓપરેશન,
રાજ્ય સરકાર દ્વારા એક્સિડન્ટ ન થાય અને સેફ્ટી જળવાઈ રહે તે માટે સ્પીડ લિમિટ જાહેર કરવામાં આવી છે. જેનું વાહન ચાલકો ઉલંઘન કરે છે અને અકસ્માત સર્જાય છે. આમ ન થાય અને લોકોમાં જાગૃતતા રહે તે માટે રાજકોટ પોલીસે વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની બદલે હેલ્મેટ પહેરાવી અકસ્માતથી બચવા સૂચનો આપ્યા હતા. આમ અકસ્માત નિવારવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને પોલીસ પકડી દંડ ફરમાવાને બદલે હેલ્મેટ પહેરાવી રોડ સેફ્ટી તરફ વાહન ચાલકોનું ધ્યાન ખેચ્યું હતું.