EL News

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધિત આદેશો જારી કર્યા

Share
Rajkot, EL News:

રાજકોટ શહેરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) વર્ગ-3 સંવર્ગની પરીક્ષા શહેરની અલગ-અલગ શાળા-કોલેજોના કુલ 149 કેન્દ્રો ખાતે તા.29 નાં રોજ સવારે 11 વાગ્યાથી 12 સુધી લેવાનાર છે. આ પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ કોઇ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં આપી શકે, તે હેતુસર શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે.

Measurline Architects

રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની 100 મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન,બ્લુ ટુથ જેવા ઇલેકટ્રોનીક સાધનો પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં.

આ પણ વાંચો…ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ 24મી ફેબ્રુઆરીએ રજૂ થશે

પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ – ગૂજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ

elnews

ગોધરા રેલવે પોલીસે શંકાસ્પદ ઈસમ પાસેથી ઝડપી પાડી રોકડ રકમ

elnews

ગાંધીનગર – સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

elnews

Leave a Comment

error: Content is protected !!