Ahmedabad :
વડાપ્રધાન અમદાવાદ ખાતે 2900 કરોડથી વધુની કિંમતની બે રેલ્વે યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સમાં અમદાવાદ (અસારવા) – હિંમતનગર – ઉદયપુર ગેજ કન્વર્ટેડ લાઇન અને લુણીધર-જેતલસર ગેજ કન્વર્ટેડ લાઇનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદયપુર વચ્ચે નવી ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે.
દેશભરમાં યુનિ-ગેજ રેલ પ્રણાલીને ધ્યાનમાં રાખીને હાલની નોન બ્રોડગેજ રેલ્વે લાઈનોને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રહી છે. વડાપ્રધાન દ્વારા સમર્પિત પ્રોજેક્ટ્સ આ દિશામાં વધુ એક પગલું છે.
અમદાવાદ (અસારવા) – હિંમતનગર – ઉદયપુર ગેજ કન્વર્ટેડ લાઇન લગભગ 300 કિમી લાંબી છે. તે કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રવાસીઓ, વેપારીઓ, ઉત્પાદન એકમો અને ઉદ્યોગો માટે ફાયદાકારક સાબિત થશે. જે બદલામાં રોજગારીની તકોને પણ વેગ આપશે અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં મદદ કરશે.
58 કિમી લાંબી લુણીધર-જેતલસર ગેજ કન્વર્ટેડ લાઇન પીપાવાવ પોર્ટ અને ભાવનગર માટે વેરાવળ અને પોરબંદરથી નાનો માર્ગ પૂરો પાડશે.
પ્રોજેક્ટ થકી આ રૂટ પર માલવાહક વહનની ક્ષમતા વધશે. આમ વ્યસ્ત રૂટ રાજકોટ – વિરમગામ રૂટની ભીડ ઓછી થશે.આ ઉપરાંત તેના કારણે ગીર અભયારણ્ય, સોમનાથ મંદિર, દીવ અને ગિરનારની કનેક્ટિવિટીની સુવિધા વધશે. આમ આ પ્રદેશમાં પ્રવાસનને વેગ મળશે.