Surat :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે રોડ શૉ કાર્ય બાદ 3400 કરોડના વિવિધ વિકાસ કર્યો તેમજ ખાતમુર્હુતનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતમુર્હુત કરીને ભવ્ય સભાને સંબોધી હતી. પીએમ મોદીની આ સભામાં માનવ મહેરામણ ઉભરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે સ્ટેજ પર પહોંચ્યા હતા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા અને પીએમ મોદીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. નવરાત્રીના પર્વ ચાલતો હોય ત્યારે સુરતમાં આવવું મુશ્કેલ લાગે છે. સુરત આવવું એટલે સુરતનું જમણ કરવું જ પડે ખાસ કરીને નવરાત્રીમાં જયારે ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરતમાં આવવું ખુબ મુશ્કેલ બને છે તેમ મોદીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં વસી રહ્યા છે તેમજ સુરતને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. અહીંયા ટેલેન્ટની કદર થાય છે. સુરત વિકાસના પર્યાયનું શહેર છે. સુરત શહેર તમામનું સન્માન કરતુ શહેર છે. સુરત ચાર PPPP નું ઉદારણ છે. ચાર P એટલે પીપલ્સ, પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશીપનું શહેર છે. છેલ્લા 20 વર્ષમાં સુરત શહેર બાકીના શહેર કરતા ખુબ જ વધારે પ્રગતિ કરી છે. સુરત દુનિયાનું સૌથી ઝડપથી વિકળતું શહેરમાનું એક શહેર છે.
આ પણ વાંચો… અમદાવાદનુ રેલવે સ્ટેશન બનશે આધુનિક રેલવે સ્ટેશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી ગયા છે આજે સુરત ખાતે ભવ્ય રોડ શૉ કાર્ય બાદ સુરતના નીલગીરી સભા સથળે પહોંચ્યા હતા જ્યાં તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના સંબોધન પહેલા ભવ્ય રોડ શૉ કર્યો હતો જેમાં ભારે મેદની ઉમટી પડી હતી. આ તકે સભાને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
આ ઉપરાંત સીએમ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સુરત સીટીને ઘણી નવી ઓળખ મળી છે અનેક વિકાસના કાર્ય કર્યા છે. ગુજરાતના આ શહેરને અનેક નામથી પણ ઓળખવામાં આવ્યું છે. સુરત ગ્રીન સીટી તરીકે આગળ વધી રાહ્યુ છે તેમ તેમણે કહ્યું હતું. આગામી 2023ના વર્ષ સુધીમાં 80 ટકા સુધી ઇલેક્ટ્રિક બસો ફાળવવામા આવશે જેથી પરિવહનમાં પણ પર્યાવરણને ધ્યાન રાખવામાં આવ્યું છે.