National, EL News
મણિપુર હિંસાની આગ હજુ ઠંડી પણ નથી થઈ કે એક વીડિયોએ સમગ્ર દેશમાં આક્રોશ જગાવી દીધો છે. મણિપુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી રહી છે. વળી, ટોળું તેમના પ્રાઈવેટ પાર્ટ્સને અડી રહ્યું છે અને તેમને મારી પણ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે આ ઘટના પર નિવેદન આપ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે કહ્યું કે આ ઘટના દેશનું અપમાન છે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. હું આ ઘટનાથી દુઃખી છું.
મણિપુર હિંસાથી દુઃખી: નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. ગુનો કરનાર કેટલા અને કોણ છે, તેઓ પોતાની જગ્યા પર છે પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં લે.
સીએમ પાસેથી રિપોર્ટ માંગ્યો
આ પણ વાંચો… સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ખુલતાની સાથે જ બજારે આપ્યું રેડ સિગ્નલ,
તેમણે વધુમાં કહ્યું કે મણિપુર હિંસા કેસ પછી મન વ્યથાથી ભરાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે મણિપુર હિંસા કેસમાં મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ અને રાજ્યના સુરક્ષા સલાહકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મણિપુરમાં લગભગ 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. ગયા મહિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે ગયા હતા. એ પછી રાહુલ ગાંધીએ પણ મણિપુરની મુલાકાત લીધી હતી અને હિંસાથી પ્રભાવિત પરિવારોને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યો હતો કે વડાપ્રધાન આ મામલે મૌન કેમ છે. જો કે હવે પીએમ મોદીએ આ મામલે મૌન તોડ્યું છે.