The Eloquent, Shivam Vipul Purohit:
ઘોઘંબા તાલુકાના કાટું ગામે પેટ્રોલ પંપ ઉપર ગંભીર પ્રકારની ગેરરીતિ મળતા પેટ્રોલ પંપ સીલ કરાયો, પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ની વધુ એક કાર્યવાહી હાથ ધરાઇ.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આજ રોજ વધુ એક કાર્યવાહી કરતા ઘોઘંબા તાલુકાના કાટું ગામે આવેલ ઝાઝમબેન મનહરભાઇ બારિયા ની માલિકી ના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત હરદેવ પેટ્રોલિયમ પેટ્રોલ પંપે ગંભીર પ્રકારની ગેરરીતિ મળી આવી હતી.
પેટ્રોલ 3338 લીટર જેની કિંમત રૂ.327982 તથા ડિઝલ 616લીટર જેની કિંમત રૂ 57095 આમ પેટ્રોલ તથા ડિઝલ ની કુલ મળી કિંમત રૂ. 385077 (ત્રણ લાખ પંચાસી હજાર સિત્યોત્તર) નો સો ટકા જથ્થો સીઝ કરી પેટ્રોલ પંપને સીલ મારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પેટ્રોલ -ડિઝલ માં ગેરરિતી આચરનાર તત્વો માં ભય સાથે સન્નાટો પ્રસરી જવા પામયો છે.