Food Recipes, EL News:
આ શાક માં શિયાળા માં વધારે બનાવાતું હોય છે કેમ કે શિયાળા માં પાપડી વાલોળ સારી મળતી હોય છે ને મુઠીયા વગર તો જાણે ગુજરાતી શાક જ ના બનતું હોય એમ શિયાળા માં અલગ અલગ શાક માં બનાવી ને નાખતા હોય છે ને જો જમવામાં કોઈ ને મુઠીયા ના આવે તો પછી જોવો શું થાય છે તો આવા ટેસ્ટી મુઠીયા સાથે આજ આપણે વાલોળ દાણા / પાપડી દાણા નું શાક બનાવવાની રીત
પાપડી નું શાક બનાવવા માટેની સામગ્રી
સુરતી પાપડી દાણા 1 કપ
તુવેર દાણા 1 કપ
• તેલ 3-4 ચમચી
• અજમો 1/2 ચમચી
• હિંગ1/4 ચમચી
• સૂકા લાલ મરચા 1-2
• હળદર ચમચી
• લાલ મરચાનો પાઉડર 1 ચમચી
• ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
ઝીણું સમારેલું લીલું લસણ 2-3 ચમચી • ગરમ પાણી 1/2 કપ
મુઠીયા માટેની સામગ્રી
• ઝીણી સુધારેલી મેથી 2 કપ
• ઝીણા સમારેલા લીલાં ધાણા 2-3 ચમચી
• ઘઉં નો લોટ 1/2 કપ
•ઝીણું સમારેલું લીલું લસણ 2-3 ચમચી
• બેસન 2 કપ
• હળદર 4 ચમચી
• લાલ મરચાનો પાઉડર 1 ચમચી
• ધાણા જીરું પાઉડર 1 ચમચી • ગરમ મસાલો ચમચી
• ખાંડ1ચમચી
• અજમો 1/4 ચમચી
લીંબુનો રસ 1 ચમચી આદુ પેસ્ટ 1/2 ચમચી
• સફેદ તલ 1-2 ચમચી
• તેલ 2-3 ચમચી + તરવા માટે તેલ
• સ્વાદ મુજબ મીઠું
• બેકિંગ સોડા 1-2 ચપટી
• પાણી જરૂર મુજબ
સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક વઘારવા માટેની સામગ્રી
• તેલ 2-3 ચમચી
• હિંગ1/4 ચમચી
ઝીણું સમારેલું લીલું લસણ 1 ચમચી
• આદુ પેસ્ટ 1/2 ચમચી
• લીલા મરચા સુધારેલા 1 ચમચી
બાફેલી પાલક ની પ્યુરી કપ
• ધાણા જીરું પાઉડર 1 ચમચી
• ખાંડ1ચમચી
• લીલા નારિયળ નું છીણ 1/4કપ
• લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
લીલું લસણ ઝીણું સમારેલું 1 ચમચી
લીંબુ નો રસ 1 ચમચી
• સ્વાદ મુજબ મીઠું
• ગરમ પાણી 1/4 કપ
આ પણ વાંચો…કોણ છે કરણ અદાણીના પત્ની પરિધિ?
દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત
સુરતી પાપડી દાણા મુઠીયા નુ શાક બનાવવા સૌપ્રથમ આપણે પાપડી દાણા અને તુવેર દાણા ને કુકર માં વઘારી લેશું ત્યાર બાદ એમાં નાખવા ના મુઠીયા નું મિશ્રણ તૈયાર કરી મુઠીયા તરી લેશું અને છેલ્લે બને ને મિક્સ ક૨વા એક વઘાર કરી ગ્રેવી તૈયાર કરી એમાં બધી સામગ્રી મિક્સ કરી ચડાવી લેશું ને શાક તૈયાર કરીશું
પાપડી દાણા અને તુવેર દાણા ને વઘારવાની
રીત
ગેસ પર એક કુકર માં તેલ નાખી ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં પાપડી દાણા અને તુવેર દાણા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ઝીણું સમારેલું લીલું લસણ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકો,
ત્યાર બાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખો ને બરોબર મિક્સ કરી કુક૨ બંધ કરો મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
મુઠીયા બનાવવાની રીત
મુઠીયા બનાવવા એક વાસણમાં સાફ કરી ધોઇ ને ઝીણી સુધારેલી મેથી, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણું સમારેલું લીલું લસણ,ઘઉં નો લોટ, બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, ખાંડ, મસળી ને અજમો, લીંબુનો ૨સ, આદુ પેસ્ટ,સફેદ તલ, તેલ એક બે ચમચી, બેકિંગ સોડા તથા સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એમાંથી ગોળ કે લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો
સુરતી પાપડી દાણા અને મુઠીયા ના શાક નો બીજો વઘાર કે ગ્રેવી બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, આદ પેસ્ટ, લસણ પેસ્ટ, લીલા મરચા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખીને બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો
પાલક થોડી ચડી જય એટલે એમાં ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને કુકર માં બાફેલ પાપડી દાણા ને શાક માં નાખી બરોબર મિક્સ કરી લ્યોને એમાં તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરો,
સાથે અડધો કપ ગરમ પાણી,નારિયળ નું છીણ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી પાપડી દાણા અને મુઠીયા નું શાક