Ahemdabad, EL News
અમદાવાદમાં કમોસમી વરસાદમાં ક્યાંક પાણી ભરાવવાની સમસ્યા જોવા મળતા તેમજ ભૂવાઓ પડતા લોકોમાં રોશ જોવા મળી રહ્યો છે. તેમાં પણ મેઘાણીનગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતા તંત્ર વિરુદ્ધ આક્રોસ ઠાલવતા બેનરો લાગ્યા હતા. મેંઘાણીનગરમાં લટકાવેલા અને દિવાલો પર લગાવેલા બેનરો પર કેટલાક આક્ષેપ અને સવાલો ઉભા કરાયા છે.
આ બેનરો પર લખવામાં આવ્યું છે કે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને જ રોડ પર ભરોસો નથી તો આ રોડની જવાબદારી કોની તેમ સવાલ કરતા બેનરો લાગ્યા છે. આ સિવાય કોન્ટ્રાક્ટરોની કામગિરી પર સવાલો ઉભા કરી તંત્ર છટકી જાય છે તેમ પણ સવાલ કરાયો હતો આ ઉપરાંત લોકોના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. આમ બેનરો સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
બેનરોમાં આ પ્રકારના સવાલો કરાયા ઉભા
– , શું અહીં વરસાદી પાણી ભરાતું નથી, શું આ વર્ષો અહીં વરસાદી પાણી નહીં ભરાય?
– જનતાના ટેક્ષના નાણાનો બેફામ બગાડ કરતા અધિકારીઓ સામે પગલા ક્યારે લેશો?
આ પણ વાંચો… ગાંધીનગર: ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું,
– રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને જ રોડ પર ભરોસો નથી તો આ રોડની જવાબદારી કોની?