21 C
Gujarat
December 22, 2024
EL News

જો પૈસા બેંક ખાતામાં ન હોય તો પણ ચુકવણી કરવામાં આવશે

Share
Business, EL News

Reserve Bank Of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેમાંથી યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ દ્વારા બેંકોમાં પ્રી-સેક્શન ક્રેડિટ લાઇન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ એક એવી સિસ્ટમ છે કે જો તમારા એકાઉન્ટમાં રૂપિયા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો. જો કે, તમારે તમારું એકાઉન્ટ UPI સાથે લિંક કરવું પડશે.

Measurline Architects

આ અંગેની જાહેરાત કરતા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આ નવા પ્રસ્તાવના અમલીકરણ બાદ ઈનોવેશનને પ્રોત્સાહન મળશે. યુપીઆઈ (UPI) એ ભારતમાં ચુકવણીની રીત બદલી છે. સમયાંતરે પ્રોડક્ટ અને સુવિધાઓ વિકસિત કરવા માટે યુપીઆઈ (UPI) ને મજબૂત કરવા માટે વિવિધ પગલાં પણ લેવામાં આવ્યા છે. આ સિવાય Rupay ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની પરવાનગી આપવામાં આવી છે.

નવા પ્લાનથી કેવી રીતે બદલાઈ જશે પેમેન્ટની રીત

અત્યાર સુધી યુપીઆઈથી પેમેન્ટ સીધું બેંક ખાતા સાથે લિંક કરીને કરી શકાય છે. સાથે જ પેમેન્ટ એપની મદદથી વોલેટનો ઉપયોગ કરીને પેમેન્ટ પણ કરી શકાય છે. આ સિવાય રૂપે (RuPay) ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે. જોકે, હવે આરબીઆઈની નવી જાહેરાતથી પેમેન્ટને લઈને બીજી મોટી રાહત મળી જશે.

આ પણ વાંચો…કોરોનાની વધતી ઝડપને લઈને કેન્દ્ર એલર્ટ

બેંકમાં ડિપોઝિટ ના હોવા પર પણ થશે પેમેન્ટ

આરબીઆઈના આ પ્રસ્તાવના અમલીકરણ પછી ગ્રાહકો તેમની બેંક ડિપોઝિટ તેમજ પૂર્વ-મંજૂર ક્રેડિટ્સમાંથી UPI પેમેન્ટ કરી શકશે. સરળ ભાષામાં કહીએ તો, UPI નેટવર્ક દ્વારા ગ્રાહકો બેંકો તરફથી અપાતી ક્રેડિટનો ઉપયોગ પેમેન્ટ માટે પણ કરી શકશે. UPI પર ક્રેડિટ લાઈનની સુવિધા ગ્રાહકો માટે પોઈન્ટ-ઓફ-પરચેઝ અનુભવને બહેતર અને સરળ બનાવશે. RBI આ અંગે વિગતવાર માહિતી પણ જારી કરશે.

શું છે યુપીઆઈ ક્રેડિટ લાઈનનો અર્થ

ક્રેડિટ પોલિસીની જાહેરાત બાદ ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે જણાવ્યું હતું કે, આનાથી લોકોને ક્રેડિટ કાર્ડની સંખ્યા ઘટાડીને UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાની તક મળશે. ગ્રાહકો બેંકની ક્રેડિટ લાઈનનો ઉપયોગ UPI દ્વારા કરી શકશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દેશના 6.3 કરોડ MSMEથી 11 કરોડ રોજગારીનું સર્જન

elnews

જાણી લેજો / દીપક મોહંતી બન્યા PFRDAના નવા અધ્યક્ષ

elnews

આ કંપનીના શેરધારકો દર 4 વર્ષે અમીર બને છે

elnews

Leave a Comment

error: Content is protected !!