Recipes:
ઘરે બનતી આ લસણની ચટણીનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ચટણી લસણની તાજી કળીઓમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે તેની તાજગી અને સ્વાદ બંને જળવાઈ રહે છે. એકવાર તમે આ સ્વાદિષ્ટ ચટણી ચાખશો પછી તેનો સ્વાદ ભૂલી નહીં શકો. તમે આ ચટણીને પરાઠા, થેપલા, રોટલી, ભાત જેવી કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો. લસણના તીખા સ્વાદની સાથે આમાં વપરાતા મસાલા તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ લસણની ચટણી –
સામગ્રી
- 5 – લાલ મરચા
- 14 – લસણ
- 2 ચમચી સૂર્યમુખી તેલ
- 150 ગ્રામ આદુ
- 1 લીંબુનો રસ
- 1 ટીસ્પૂન જીરું
- જરૂર મુજબ મીઠું
- 1 ચમચી હળદર
આ પણ વાંચો…એશિયન દાનવીરોની યાદીમાં ગૌતમ અદાણીનું નામ
રીત
સૌથી પહેલા આદુને સાફ કરીને તેના મોટા ટુકડા કરી લો અને તેને બાજુ પર રાખો. હવે આ જ રીતે લાલ મરચાને કાપી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો, ઉપરથી જીરું નાંખો. હવે તેમાં સમારેલા આદુના ટુકડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેમાં લસણના ઝીણા ટુકડા પણ નાખો. જ્યારે લસણ લાઈટ બ્રાઉન થવા લાગે ત્યારે તેની ઉપર લાલ મરચાના ટુકડા નાંખો અને આ આખા મિશ્રણને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે પકાવો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને થોડી હળદર પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. આખું મિશ્રણ થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો. જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેને મિક્સર ગ્રાઈન્ડરના જારમાં નાંખો અને તેમાંથી પાતળી પેસ્ટ બનાવી લો. અને તેને એક બાઉલમાં ખાલી કરો અને તેની ઉપર લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો. તમારી સ્વાદિષ્ટ લસણની ચટણી તૈયાર છે, તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.