પંચમહાલ:
શ્રાવણ માસ એટલે ઉત્સવો ની ભરમાર અને એમાંય રક્ષાબંધન પછી જન્માષ્ટમી આવે એટલે પ્રજામાં અનેરો થનગનાટ જોવા મળે છે.
ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે દર આઠમે એટલે કે જન્માષ્ટમી એ ગોધરા નાં જાહેર માર્ગો થી લઈને અંકલેશ્વર મહાદેવ મંદિર સુધી મેળો ભરાય છે.
પ્રજાએ લાંબા સમય બાદ મન મૂકીને મેળાની મજા માણી
ત્યારે આ વર્ષે પણ કોરોના કાળ બાદ મેળો ભરાયો હતો અને ગોધરા નગરની તેમજ આસપાસના ગામોમાં થી પણ પ્રજાએ લાંબા સમય બાદ મન મૂકીને મેળાની મજા માણી હતી.
ગોધરા પંથકમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ છવાતો જોવા મળ્યો હતો. અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને વધાવવા અનેક ક્રૃષ્ણ ભક્તો ની ભીડ ઉમટી હતી.
મેળાનું આકર્ષણ એવા રાધાકૃષ્ણ એ મન મોહી લીધા હતા
પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના વિવિધ તહેવારોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લોકો કૃષ્ણમય બન્યા હતા. તેમજ મેળાનું આકર્ષણ એવા રાધાકૃષ્ણ એ મન મોહી લીધા હતા.
શહેરના વિવિધ મંદિરમાં હર્ષોલ્લાસ સાથે માખણચોરના જય જય કાર સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો..પોણા બે લાખથી વધારે યુવાનોએ “दिखावे की दुनिया” દ્વારા જન્માષ્ટમી ઉજવી.
“નંદ ઘેર આનંદ ભયો… જય કનેયા લાલકી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી”
રાત્રે બાર વાગ્યે બાલગોપાલના જન્મ નિમિત્તે “નંદ ઘેર આનંદ ભયો… જય કનેયા લાલકી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી” ના ગગનભેદી નાદથો ગુંજી ઉઠશે અને ભક્તો બાલગોપાલને પારણે ઝુલાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના મોટા મંદિરોને શણગારવામાં આવ્યા છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરમાં કેટલાક સ્થાનો પર તથા શાળા-કોલેજો માં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.