19.3 C
Gujarat
January 14, 2025
EL News

રોજગારકચેરી દ્વારા ૧૨ સપ્ટેમ્બરના રોજ ભરતીમેળાનું આયોજન

Share
Gandhinagar, EL News

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૧૨ સપ્ટેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન
ગાંધીનગરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે આઈ.ટી.આઈ હોસ્ટેલ બિલ્ડિંગ, આઈ.ટી.આઈની પાછળ, સેકટર-૧૫, ગાંધીનગર ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

Measurline Architects

આ ભરતી મેળામાં ધોરણ-૧૦ અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં શૈક્ષિણક યોગ્યતા મુજબ કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોશિયેટ, કેશિયર, પેકર, LIC એજન્ટ, એકાઉન્ટન્ટ , સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ, રિસેપ્શનીસ્ટ અને બેંક ઓફીસ સપોર્ટ સ્ટાફ માટેની નોકરીની ઓફર કરવામાં આવશે.

આ પણ વાંચો…ટ્રાફીકપોલીસ કર્મીઓએ CPR આપીને યુવકનો જીવ બચાવ્યો

ગાંધીનગર જિલ્લાના રોજગાર વાંછુ ઉમેદવારો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી , ગાંધીનગર દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ ભરતીમેળાનો લાભ લે તે માટે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વિદેશ જવાની ઘેલછાના કારણે ઘણીવાર અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે.

elnews

Banaskantha: નિલ ગાયો ની બંદૂક ના ભડાકે હત્યા..

elnews

રણજિત તોમરને 60 હજારમાં હિરેનને ડરાવવા સોપારી આપી હતી..

elnews

Leave a Comment

error: Content is protected !!