EL News
તા.૦૭/૦૮)૨૦૨૩ સોમવારના રોજ નારી વંદન ઉત્સવ -૨૦૨૩ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહીસાગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી મહિસાગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અને ફીટ ઈન્ડિયા ચળવળ હેઠળ બહેનો માટે સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લુણાવાડા નગર ની અને જિલ્લા પોલીસ ની ૧૦૦ જેટલી બહેનો અને વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાઇ હતી.
આ પણ વાંચો… સુરત: મોપેડસવાર ચાર યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ
આ સાઇકલ રેલી વિશ્રામ ગૃહ લુણાવાડા થી કલેકટર કચેરી સુધી યોજાઇ હતી. જેમાં માન.નિવાસી અધિક કલેકટર સી.વી. લટા સાહેબ ઉપસ્થિત રહી બહેનોને ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વધુમાં જિલ્લા દહેજ પ્રબંધક અધિકારી પંકજભાઇ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી દક્ષેશભાઇ કહાર ઉપસ્થિત રહી બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.