Ahmedabad, EL News:
અમદાવાદ મનપાના વિપક્ષના નેતાને એક વર્ષ પૂર્ણ થયા બાદ ઉત્તરાયણ બાદ વિપક્ષ નેતા બદલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. ગઈકાલે કોંગ્રેસના કાઉન્સિલરોએ પ્રદેશ પ્રમુખ બાદ મળતી વિગતો અનુસાર પ્રભારી સાથે પણ બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કાઉન્સિલરોનું કહેવું છે એક વર્ષ પૂર્ણ થયા બાદ મનપા વિપક્ષ નેતા બદલાશે.
આ પણ વાંચો…આર્ષ પુરોહિતે પ્રખર વક્તા તરીકે રાજ્ય માં સ્થાન મેળવ્યું, ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવી એ કર્યાં સન્માનિત.
વિપક્ષના નેતાની નિમણૂક ગત વર્ષે થઈ હતી અને એક વર્ષ પૂર્ણ થયું છે. હવે વિપક્ષના નેતા બદલવાની માંગણી કરી છે. વિપક્ષ નેતા તરીકે સહેજાદખાન પઠાણની નિમણૂક કરાઈ છે ત્યારે તેમની પસંદગી થઈ ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. અંદરો અંદર કોંગ્રેસમાં પણ કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલા કાઉન્સિલરોએ આ મામલે જ્યારે પસંદગી થઈ ત્યારે જ પ્રદેશ પ્રમુખને મળી રાજીનામાંની પણ ચિમકી આપી હતી જો કે, તે છતાં સહેજાદખાન પઠાણને જ વિપક્ષ નેતા બનાવાયા હતા.
વિપક્ષના નેતા તરીકે એક વર્ષ પૂર્ણ થયા બાદ આજે સવારે કોંગ્રેસના 8 જેટલા કાઉન્સિલરો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ઘરે વિપક્ષના નેતા બદલવાની દરખાસ્ત ગઈકાલે જ કરી હતી. હવે એક વર્ષ પૂર્ણ થયું નવા વિપક્ષ નેતાની નિમણૂક કરવી જોઈએ તેમ રજૂઆત કરી હતી ત્યારે આજે પ્રભારી સાથે પણ રજૂઆત કરવા માટે કોંગ્રેસના કાઉન્સિલરો પહોંચ્યા હતા.
આ નેતાઓને બનાવાઈ શકે છે વિપક્ષ નેતા
ઉત્તરાયણ બાદ વિપક્ષના નવા નેતાની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. નવા નેતા તરીકે ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી અને ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખની ચર્ચા થઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવા વિપક્ષના નેતા તરીકે જલદી આ મામલે નિર્ણય લેવામાં આવશે. સહેજાદ ખાન પઠાણ મામલે અગાઉ વિરોધ થયા બાદ આ વખતે કોંગ્રેસ દ્વારા વિચારણા બાજ યોગ્ય નિર્ણય લેવાશે.